નાર્કોટીકસ પદાર્થ ગાંજાનો જથ્થો શોધી કાઢતી તાપી એસ.ઓ.જી. ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી પ્રેમવીર સિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત વિભાગ સુરત તથા શ્રી જે.એન.દેસાઇ સાહેબ પોલીસ અધિક્ષક તાપી-વ્યારા નાઓએ એસ.ઓ.જી ચાર્ટરને લગતી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને
પોલીસ ઇન્સ્પેકટર. કે.જી.લીંબાચીયા, એસ.ઓ.જી.તાપી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.એન.પી.ગરાસીયા એસ.ઓ.જી.તાપી નાઓને મળેલ બાતમી હકીકત આધારે ચંદાબેન સુકલાલ જાધવ ઉ.વ. ૬૪ રહે.વ્યારા મગદુમ નગર (મહાદેવ નગર ) તા.વ્યારા જી.તાપી નાઓનાં રહેણાંક ઘરમાંથી વનસ્પતિ જન્ય માંદક પદાર્થ ગાંજો કુલ વજન ૩૪૮ ગ્રામ કિ.રૂપીયા ૧૭,૪૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપીયા ૨૩,૦૦૦ /-ની સાથે પકડાઇ જતા ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કરી વ્યારા પો.સ્ટે.માં ધી નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટન્સિઝ એકટ ૧૯૮૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) ચંદાબેન સુકલાલ જાધવ રહે.વ્યારા મગદુમ નગર (મહાદેવ નગર ) તા.વ્યારા જી.તાપી
કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ-
(૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી. કે.જી. લીંબાચીયા. એસ.ઓ.જી. તાપી.
(ર) પો.સ.ઇશ્રી એન.પી. ગરાસીયા એસ.ઓ.જી.તાપી
(3) એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ એસ.ઓ.જી. તાપી.
(૪) આ.હે.કો. રાજેશભાઇ જુલીયાભાઇ એસ.ઓ.જી. તાપી
(૫).અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ એસ.ઓ.જી. તાપી
(૬) અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ એસ.ઓ.જી. તાપી
(૭). અ.હે.કો. કમલેશભાઇ કુષ્ણાભાઇ એસ.ઓ.જી. તાપી
(૮) અ.હે.કો. કૃતિકાબેન પ્રવીણભાઈ એસ.ઓ.જી. તાપી
(૯) આ.પો.કો. વિપુલભાઇ રમણભાઈ એસ.ઓ.જી. તાપી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
