‘સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત આગામી ૬ અને ૭ ડિસેમ્બરે વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતે યોગ મહાશિબિર યોજાશે
વિશેષ યોગાભ્યાસ, પ્રાણાયામ, ધ્યાન અને પ્રાકૃતિક આહાર માર્ગદર્શન સાથેની બે દિવસીય શિબિરમાં રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહેશે
તાપી વાસીઓને ઓનલાઇન રજીસ્ટ્રેશન લિંક : https://forms.gle/MtUbFR2jo2hT93L88 પર જઈ પોતાનું રજીસ્ટ્રેશન કરવા અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧. ‘સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત સામાન્ય જનતાના આરોગ્ય અભિવૃદ્ધિ હેતું યોગ બોર્ડ ગુજરાત રાજ્યના ચેરમેન તથા યોગ સેવક શ્રી શિશપાલજીની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતે યોગની મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરના મુખ્ય અતિથિ તરીકે રાજ્યકક્ષાના રમત ગમત વિકાસ રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહેશે.
આ યોગ મહાશિબિરમાં વિશેષ યોગાભ્યાસ, પ્રાણાયામ, સાંધ્ય ધ્યાન (મેડિટેશન) તથા પ્રાકૃતિક આહાર અને દૈનિક દિનચર્યામાં જરૂરી પરિવર્તન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. મોટાપો અનેક રોગોની જનની હોવાનું તબીબી દ્રષ્ટિએ સ્પષ્ટ થતું હોવાથી જનસામાન્યમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો આ શિબિરનો મુખ્ય હેતુ છે. “ચાલો મોટાપો ઘટાડીએ, સ્વસ્થ અને સુંદર બનીએ” એ સંદેશ સાથે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
શિબિર માટે રજીસ્ટ્રેશન ફોર્મ અંગ્રેજી કેપિટલ અક્ષરમાં ભરવા વિનંતી છે. રજીસ્ટ્રેશન ફી રૂ. ૫૦ રાખવામાં આવી છે, જેના આધારે યોગ શિબિરનું આઈ-કાર્ડ આપવામાં આવશે. યોગ શિબિરમાં પૂર્ણ સમય હાજર રહેનાર તમામ નોંધાયેલ ભાગલેનારાઓને યોગ બોર્ડ તરફથી ટી-શર્ટ અને યોગ પુસ્તિકા કીટ સ્વરૂપે ભેટ આપવામાં આવશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ યોગ શિબિરમાં હાજરી માટે આઈ-કાર્ડ મેળવવું ફરજિયાત રહેશે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન લિંક : https://forms.gle/MtUbFR2jo2hT93L88 આઈ-કાર્ડ મેળવવા માટે સંપર્ક નંબર 9638699553, 7433048822, 9714068930, 9537950850 યોગ શિબિરની તારીખ 06/12/25, શનિવાર સાંજે 4:15 થી 6:15 07/12/25 તેમજ રવિવાર સમય : સવારે 6:15 થી 8:15 યોજાશે.
યોગ શિબિરમાં સમય પહેલાં 20 મિનિટ વહેલા પહોંચી પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે. યોગાભ્યાસ માટે અનુકૂળ પહેરવેશમાં આવવું તથા સાથે યોગ મેટ/શેતરંજી, હાથરૂમાલ અને પાણીની બોટલ લાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
