ઈનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નિસર્ગ રીડિંગ લાઇબ્રેરીનો શુભારંભ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મહિલાઓ દ્વારા સામાજિક સેવા ક્ષેત્રે સક્રિય એવી સંસ્થા ઇનર વ્હીલ ક્લબ અંકલેશ્વર દ્વારા જે એન પી ટીટ લાઇબ્રેરી અંકલેશ્વરનાં સહયોગથી ડિસ્ટ્રિક્ટ 3060 માં પહેલી ઓપન ટુ ઓલ નિસર્ગ રીડિંગ લાઇબ્રેરી ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શરૂ કરવામાં આવી. પીડીસી મીનાબેન પંજવાણી, અંજુબેન કાલરા ઈનર વ્હીલ ક્લબનાં પ્રેસિડન્ટ રૂપલ ભરવાડા, દક્ષાબેન શાહ સહિત મહાનુભાવોની હાજરીમાં લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ લાઇબ્રેરીનો લાભ વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો તથા યુવાનો લઈ શકશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
