અટોદરા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કરમલા પ્રાથમિક શાળાની સિધ્ધિ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2025 નું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા અટોદરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાઓનાં બાળ વૈજ્ઞાનિકો દ્રારા કુલ પાંચ વિભાગમાં 53 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

સદર પ્રદર્શનમાં કરમલા પ્રાથમિક શાળાનાં બાળ વૈજ્ઞાનિકો ખુશી પટેલ અને ધ્રુવી બાલધિયાએ વિભાગ-2 માં ‘Generode electricity by waste materials’ નામક કૃતિ રજૂ કરી પ્રથમ ક્રમ હાંસલ કરેલ છે. આ સિધ્ધિ બદલ શાળાનાં આચાર્ય નિલેશ પટેલ તથા શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેજસ નવસારીવાલાએ બાળ વૈજ્ઞાનિકો સહિત તેમનાં માર્ગદર્શક શિક્ષિકા દિપના પટેલને અભિનંદન પાઠવ્યા હતાં.

રિપોર્ટ: વિજય પટેલ

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *