મુંબઈથી બારડોલી આવી પહોંચેલ યુવતીનું કાઉન્સેલિંગ કરી સુરક્ષિત સ્થળે આશ્રય અપાવતી બારડોલી 181 અભયમ ટીમ

Contact News Publisher

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : આજરોજ 181 અભયમમાં કોલ આવેલ અને જણાવેલ કે એક યુવતી મુંબઈથી અહીંયા આવી પહોચેલ હોય માટે મદદની જરૂર છે.
આટલી માહિતી મળતા જ તુરંત 181 અભયમ ટીમના કાઉન્સિલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ ચંદ્રિકાબેન ચૌધરી અને પાઇલોટ ધર્મેશભાઈ તે યુવતી પાસે પહોંચેલ ત્યારબાદ સૌપ્રથમ યુવતીને સાંત્વના અને વિશ્વાસ અપાવી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ ત્યારે યુવતીએ જણાવેલ કે તેમની ઉંમર 18 વર્ષ હોય તેઓ મુંબઈના વતની છે અને ઘરેથી તેમના માતાપિતાને જાણ કર્યા વગર અહીંયા આવી ગયેલ હોય. ટીમ દ્વારા અહીંયા આવવાનું કારણ પૂછવામાં આવેલ તો તેમણે વધુમાં જણાવેલ કે તેઓ નાનપણથી જ તેમના માતાપિતા વચ્ચે સતત કજીયા કંકાસમાં માનસિક તણાવ અનુભવતા આવ્યા હોય અને હાલ તેમના માતાપિતા તેમનો અભ્યાસ છોડાવી લગ્ન કરવા માટે મજબુર કરતાં હોય અને તેમને આગળ અભ્યાસ કરવો હોય માટે તેઓ કંટાળીને અહીંયા તેમની સહેલીનો સંપર્ક કરી સહેલીના ભરોસે સહેલીના ઘરે આવી ગયેલ હોય અને હવે તે યુવતીને તેમના માતાપિતા પાસે જવું ના હોય તેથી ટીમ દ્વારા યુવતીના ઘરનું સરનામું જાણવામાં આવેલ ત્યારબાદ તેના માતાપિતા નો સંપર્ક થઈ શકે તે માટે મોબાઈલ નંબર માંગેલ પરંતુ યુવતી પાસે મોબાઇલ પણ નહોતો અને તેના માતાપિતા કે કોઈ સગા સબન્ધી નો સંપર્ક નંબર પણ નહોતો. ત્યારબાદ ટીમ દ્વારા યુવતીને સલાહ સૂચન આપેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ અને હાલ યુવતીને તેના માતાપિતા પાસે જવું ના હોય અને આશ્રયની જરૂર હોય માટે ટીમ દ્વારા આગળની કાર્યવાહી અને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર સુરત ખાતે સુરક્ષિત આશ્રય અપાવેલ.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *