તાપી જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સોનગઢ તાલુકાના વિવિધ રસ્તાની રીસરફેસીંગ કામગીરી પુર જોશ્માં શરૂ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સોનગઢ તાલુકામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં મંજુર થયેલ વિવિધ માર્ગો પર ડામરકામની કામગીરીનો પુરજોશમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કનાળા દેવલપાડા રોડ, રામપુરા કાનાદેવી ટુ ઘોડચીત રોડની રીસરફેસીંગની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. જેનાથી આશરે ૩૦૦૦ જેટલા લોકોને વાહનવ્યવહારમાં સરળતા રહેશે. દેવલપાડા ગામે આવેલ દેવલીમાડી મંદિરે ડીસેમ્‍બર મહિનામાં મેળો યોજાતો હોવીથી હજારો લોકોને દેવસ્થાને તથા મેળામાં પહોચવામાં સરળતા રહેશે. આ ઉપરાંત કાળાઘાટ દેવલપાડા રોડ, ડોસવાડા બંધારપાડા રોડ, ખાંજર ટુ રામપુરા કાનાદેવી રોડ તથા માંડળ ખાંભલા રોડની રીસરફેસીંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.  જેની કામગીરી ટુંક સમયમાં પુર્ણ થાય તેવૂં આયોજન કરવામાં આવેલ છે. જેથી હજારો લોકો, વિદ્યાર્થીઓ તથા ખેડુતો જિલ્લા મથક, તાલુકા મથક, શાળા-કોલેજ તથા દેવસ્થાને સરળતાથી પહોચી શકશે. તથા પ્રગતિ હેઠળના રસ્તાઓની રીસરફેસીંગની કામગીરી ટુંક સમયમાં પુર્ણ કરી આગામી સમયમાં અન્ય રસ્તાઓનું ડામરકામ પણ સમયસર અને ઝડપથી પુર્ણ થાય તેવુ તાપી જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આયોજન કરવામાં અવ્યું છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *