ઓલપાડનાં માસમા ક્લસ્ટર સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ (AEP) અંતર્ગત સેનેટરી પેડ વિતરણ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા, ગાંધીનગર આયોજીત ગર્લ્સ એજ્યુકેશન શાખાનાં ઓ.આઈ.સી. દર્શનાબેન સુથાર તેમજ બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર દ્વારા એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ અન્વયે બાળ અધિકારોનાં સંરક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યાં છે. તરુણ-તરુણીઓમાં વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જેમકે તેમનાં શરીરમાં આવતાં શારીરિક ફેરફાર, માનસિક ફેરફાર વગેરે. જેનાથી શાળાઓમાં તરુણીઓને હાજરી પિરિયડ્સ દરમિયાન અનિયમિત જોવા મળતી હતી. આ મૂંઝવણનો ઉકેલ મળી રહે અને તરુણીઓનો શરમ સંકોચ દૂર થાય તેવાં હેતુથી ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, માસમા સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં સેનેટરી પેડનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે થકી વિદ્યાર્થીનાં શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ્ય કેળવવાની જરૂરિયાત છે તેવી સમજ પ્રાપ્ત થયેલ.
આરોગ્ય અને સુખાકારી વિદ્યાર્થીનાં વ્યક્તિત્વ વિકાસ માટે વર્તમાન સમયમાં સૌથી પાયાની જરૂરિયાત છે તે આ અભ્યાસ પરથી જાણકારી પ્રાપ્ત થઈ હતી. આ અભ્યાસનાં તારણ માટે શાળા તેમજ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને Good touch-bad touch ની પણ સમજ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર આશા ગોપાણી દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
