નિઝરના રૂમકીતળાવ ગામેથી બોગસ ડોક્ટરને એલોપેથિક દવાનાં જથ્થા સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપીની ટીમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીમ્બાચીયા, પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફના માણસો નિઝર પો.સ્ટે. વિસ્તારમાં બોગસ ડોક્ટરોને પકડવા પેટ્રોલિંગમા હતા. તે દરમ્યાન અ.હે.કો. હીરેનભાઈ ચીમનભાઈ તથા આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઈને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે, રૂમકીતળાવ ગામે શિવજી મંદીરની સામેના વિજયભાઇના મકાનમા ભાડેથી એક બોગસ ડોકટર નામે રસિકભાઇ કમાજીભાઈ વસાવા કોઇ પણ ડીગ્રી/અધિકાર વગર ગેર કાયદેસર રીતે મેડીકલ પ્રેકટીસ કરે છે. અને હાલમાં તેની પ્રવૃતિ ચાલુ છે. તેવી બાતમી આધારે રાયગઢ પી.એચ.સી.ના મેડીકલ ઓફીસરને સાથે રાખી તે જગ્યાએ રેઇડ કરતા બોગસ ડોક્ટર આરોપી રસિકભાઇ કમાજીભાઇ વસાવા ઉ.વ.૪૨ રહે. પાટીબંધારા, બસ સ્ટેશન ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી અલગ-અલગ એલોપેથીક દવાઓ તથા મેડીકલ ને લગતા સામાનનો જથ્થો જેની કુલ કિમંત રૂપિયા ૨૯,૩૪૧/- ના મુદામાલ સાથે પકડાઇ જતા તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તેના વિરૂધ્ધમાં નિઝર પોલીસ સ્ટેસ્ટેશમા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી :-

રસિકભાઇ કમાજીભાઇ વસાવા ઉ.વ.૪૨ રહે.પાટીબંધારા, બસ સ્ટેશન ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

શ્રી કે.જી. લીમ્બાચીયા, પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપીની સુચના અને માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ તથા એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ યાદવરાવ તેમજ અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ તથા આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઈએ કામગીરી કરેલ છે

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *