તાપી જિલ્લામાંથી 181 મહિલા હેલ્પલાઇન પર પિડીત મહિલાએ કોલ કરી મેળવી સહાયતા
181
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાંથી એક મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન ટીમને કોલ કરી અને તેમનો તુટતો પરિવારને બચાવવા વિનંતી કરી હતી. જેથી 181 અભયમ ટીમે તેમના પતિનું યોગ્ય કાઉન્સિલિંગ કરી અને કાયદાકીય માહિતી આપી મહિલાનું ઘર વેર વિખેર થતા અટકાવ્યો હતો. અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને મળતી માહિતી મુજબ મહિલાએ તેમના પતિ સાથે પ્રેમલગ્ન કર્યા છે. લગ્નના 10 વર્ષ થયા છે. સંતાનમાં બે બાળકો છે. પીડિત બહેનના પતિ ડ્રાઇવિંગનું કામ કરે છે. પિડીત બહેન ઘરકામ કરે છે.થોડા સમય પહેલા તેમનો સંસાર ખૂબ સારી રીતે ચાલતો હતો. પરંતુ તેમના પતિ કોઈ બીજી મહિલા સાથે પ્રેમ સંબંધ રાખે છે અને મોબાઈલ પર વાતચીત કરતાં હોવાથી તેમની વચ્ચે બોલાબોલી અને લડાઇ ઝગડો થયો હતો જેથી તેમને તેમના પતિને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમના પતિ સમજતા ન હોવાથી તેમના પતિનું કાઉન્સિલિંગ કરીને સમજાવવા અભયમ ટીમની મદદ લીધેલ જેથી અભયમ ટીમ દ્વારા મહિલાના પતિને કાયદાકીય સલાહ અને સૂચન આપી જણાવ્યું કે તમારો પરિવાર છે. બાળકો છે.તેમના ભવિષ્યનું વિચારવું જોઈએ અને હળીમળીને રહેવું જોઈએ તેમ સમજાવતા આખરે પીડિત બહેનના પતિએ પોતાની ભૂલ સ્વીકારી હવે પછી આવી ભૂલ ન થાય જેની લેખિતમાં બાંહેધરી આપું છું, 181જેથી પીડિત બહેનને તેમના પતિ વિરુદ્ધ આગળની કોઈ પોલીસ ફરિયાદ કરવી ન હોવાથી સ્થળ પર સમાધાન કરેલ છે. અને મહિલાએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
