કે.વી.કે. વઘઈ ખાતે પીએમ પ્રણામ પર કિશાન સગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા સાહેબ અને કે.વિ.કે., વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ કે.વિ.કે., વઘઈ ખાતે પીએમ પ્રણામ યોજના અંતર્ગત એન.કે.એસ.કે., ચિખલી અને જી.એન.એફ.સી. લી. દ્વારા “કુદરતી ખેતી દ્વારા માટીનું સંવર્ધન” (Soil enrichment through Natural Farming) અંગે કિશાન સગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા ડૉ. જે. બી. ડોબરીયા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા) એ પ્રાકૃતિક ખેત પેદાશોની બજાર વ્યવસ્થા તથા કે.વી.કે ના કાર્યો, ડૉ. પ્રતીક જાવીયા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) એ સેંદ્રિય કાર્બન અને જમીન આરોગ્ય તેમજ શ્રી બી. સી. નાયક, એરિયા મેનેજર (જી. એન. એફ. સી., સુરત) એ પીએમ પ્રણામ યોજનાની વિસ્તૃત માહિતી અંગે વ્યાખ્યાયન (Lecture) આપ્યું હતું. ત્યારબાદ શ્રી કે. વી. પટેલ (ખેતીવાડી અધિકારી) એ જીવામૃત બનાવવાની તથા જમીનનો નમૂનો લેવાની પધ્ધતિનું મેથડ ડેમોસ્ટ્રેશન આપ્યું હતું. તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, રાજેન્દ્રપુર ફાર્મના વિવિધ ડેમોસ્ટ્રેશન યુનિટ તથા પ્રદર્શનની મુલાકાત કરાવી હતી. આ કાર્યક્રમનું ખૂબ સફળ રીતે સંચાલન શ્રી એસ. જે. વેકરીયા, જિલ્લા ઇન્ચાર્જ, નવસારી, વલસાડ અને ડાંગ કરેલ હતું. સદર કાર્યક્રમમાં ૬૫ થી વધુ મહિલા તથા પુરુષ ખેડૂતોએ હાજરી નોંધાવી હતી.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *