મંત્રી ઈશ્વરસિંહ પટેલનું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અભિવાદન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે નવનિયુક્ત કેબિનેટ કક્ષાનાં મંત્રીશ્રીઓ તથા રાજ્યકક્ષાનાં મંત્રીશ્રીઓની શુભેચ્છા મુલાકાત લઈ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જે પૈકી તાજેતરમાં ગુજરાત સરકારનાં મંત્રીમંડળમાં રાજ્યકક્ષાનાં મંત્રી તરીકેનો પદભાર સંભાળનાર હાંસોટ-અંકલેશ્વરનાં ધારાસભ્ય ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ [જળસંપત્તિ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો)] ની શુભેચ્છા મુલાકાત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાનીમાં યોજવામાં આવી હતી. જેમને રાજ્ય સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ એવાં કિરીટભાઈ પટેલે શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું અભિવાદન કર્યુ હતું. તેમણે સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લાનાં શિક્ષણ આલમ વતી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
