વરિયાવની કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળામાં બાળદિનની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારતનાં જવાબદાર નાગરિક તૈયાર કરવાનાં શુભ આશય સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત તાપી કિનારે વરિયાવમાં આવેલ કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક ૩૧૩માં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં બાળકોને ગુલાબ આપી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. સાથેજ વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. શાળાનાં શિક્ષકો દ્વારા બાળકો સમક્ષ બાળ દિવસનું મહત્વ, બાળકોનાં પરાક્રમો, બાળકોનાં અધિકારો અને હકની ચર્ચા કરવામાં આવી હતી. બાળકોએ પોતાનાં જીવનનાં વિવિધ સાહસની વાત રજૂ કરી હતી. શાળા સ્થાપનાનાં ૧૫૦ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આજનાં દિવસે બાળકોએ આદર્શ વિધાર્થી બનવાના સંકલ્પ લીધા હતાં.
આ દિવસે બાળલક્ષી વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઈને બાળકોએ તેમનાં આનંદ અને ઉત્સાહને યાદગાર બનાવ્યો હતો. શાળાનાં આચાર્યએ બાળકોને આ દિન વિશેષની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. બાળ દિવસનાં સફળ આયોજન બદલ તેમણે શિક્ષકોને પણ અભિનંદન પાઠવ્યા હતાં.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *