ગંગાપુર ગામે સરપંચશ્રીનાં અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઈ

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા. ૧૭ /૧૧/૨૦૨૫ ના રોજ ગંગાપુર ગામે પેસા કાનુન ૧૯૯૬ અને ગુજરાત પંચાયત જોગવાઈઓ ૨૦૧૭ ના નિયમ કલમ ૪૬(૧)(૪) મુજબ ગ્રામસભા યોજાઈ હતી. શ્રીમતિ કલ્પનાબેન ફ્તેસિંગભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને શંકરભાઇ ગમાભાઈના આંગણામાં ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામ સભામા ગ્રામ જનોએ કરેલ વિવિધ અરજીઓ અને કરેલ માંગણીના આધારે ગ્રામ સભાના એજન્ડા અનુસાર ૭ એજન્ડા પર ચર્ચા વિચારણા કરી સર્વ સંમતિથી ઠરાવો પસાર કરવામાં આવ્યા. સરપંચશ્રી ને અલગ-અલગ કાયદાઓ વિશે સારી એવી માહિતી હોવાથી અસરકારક રીતે એજન્ડાની ચર્ચા કરી સર્વ સંમતિથી ઠરાવો પસાર કર્યા  સરપંચ સહિત વોર્ડ ના સભ્યો ,તલાટી શ્રી હાજર રહી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *