સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજીત ખેલ મહાકુંભ 2025 આયોજન કરવામાં આવ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વરાછા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ ખોખોની સ્પર્ધામાં તમામ ગૃપ ભાઈઓની અંડર 14 ની 32 ટીમ અંડર 17 ની 36 ટીમ અને ઓપન એજ ગૃપની 12 ટીમ મળી કુલ 960 ભાઈઓએ ભાગ લીધો હતો. જ્યારે તમામ ગૃપ ભાઈઓ/બહેનોની રસ્સાખેંચ સ્પર્ધામાં અંડર 17 ભાઈઓ 08 ટીમ, અંડર 17 બહેનો 6 ટીમ. ઓપન એજ ગૃપ ભાઈઓ 5 ટીમ, ઓપન એજ ગૃપ બહેનો 3 ટીમ, 40 થી ઉપર ભાઈઓ 3 ટીમ મળી કુલ 25 ટીમનાં 225 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

અંડર 14 ખો ખો સ્પર્ધામાં નગર પ્રાથમિક શાળા નંબર 353 વિજેતા જાહેર કરવામાં આવી હતી. અંડર 17 ખો ખો ભાઈઓમાં જે.બી.એમ. કાર્પ મિશ્ર શાળા વિજેતા જાહેર કરવામાં આવી હતી. રસ્સા ખેંચમાં અંડર 17 ભાઈઓમાં જે.બી.એન. કાર્પ મિશ્ર શાળા વિજેતા જાહેર કરવામાં આવી હતી. તેમજ બહેનોમાં પણ જે.બી.એન. કાર્પ કન્યા શાળા વિજેતા જાહેર કરવામાં આવી હતી.

સદર સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે વરાછા વિસ્તારનાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 5 નાં કોર્પોરેટર નિરાલીબેન પટેલ, સુરત મહાનગરપાલિકાનાં વરાછા ઝોન સ્પોર્ટ્સ ઇન્ચાર્જ મેનેજર વિનોદભાઈ ચૌધરી, સુરત મહાનગરપાલિકા આરોગ્ય ટીમ તેમજ ખેલ મહાકુંભ વરાછા ઝોન કન્વીનર ભાવેશકુમાર પટેલ, કમલેશભાઈ પટેલ દ્વારા સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *