ખેલ મહાકુંભમાં ભરૂચની એસવીએમઆઇટી એન્જિનિયરિંગ કોલેજનાં વિદ્યાર્થીઓની ટીમે ત્રીજો ક્રમ મેળવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા આયોજિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી ભરૂચ દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ‌ ૨૦૨૫ અંતર્ગત ઓપન એજ ગૃપ ભાઈઓની ટુર્નામેન્ટનું આયોજન જે. પી. કોલેજમાં કરવામાં આવ્યું હતું. જેમાં એસવીએમઆઇટી કોલેજનાં વિદ્યાર્થીઓ કબડ્ડીની રમતમાં ત્રીજા ક્રમે આવ્યા હતાં. તેમને એસવીએમઆઇટી કોલેજનું ગૌરવ વધારવા બદલ કોલેજનાં ડાયરેક્ટર જીવરાજ પટેલ, પ્રિન્સિપલ ડો. દીપક દેવરે, સ્પોર્ટ્સ ઇનચાર્જ સમીર પટેલ‌ તથા ફેકલ્ટી ઉપરાંત સાથી વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.

રિપોર્ટ: વિજય પટેલ

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *