વ્યારાની કુસુમ જયેશ ભુલકા ભવનમાં બાળ દિવસની ઉજવણી થઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત કુસુમ જયેશ ભુલકા ભવન ગીતા રમેશ પ્લે ગ્રુપમાં 14મી નવેમ્બર 2025 ,બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી .પ્લે ગ્રુપના નાના ભૂલકાઓને બસમાં બેસાડી વ્યારા નગર દર્શન કરાવવામાં આવ્યું હતું..નાના ભૂલકાઓ રંગબેરંગી પોશાક પહેરીને ભૂલકા ભવનમાં આવ્યા હતા . ઘણા નાના ભૂલકાઓ ચાચા નહેરુ બનીને આવ્યા અનેએમના વિશે વાક્ય બોલ્યા હતા . નાના ભૂલકાઓને વિવિધ પ્રકારની રમતો રમાડી બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *