કુદરતી ખેતીની ક્રાંતિ : તાપીના ઘાટા ગામના ખેડૂત સુરેશભાઈ ગામીતનું રાજ્ય કક્ષાના મંત્રીએ કર્યું બહુમાન
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 90;?runfunc: 0; algolist: 0;?multi-frame: 1;?brp_mask:0;?brp_del_th:0.0000,0.0000;?brp_del_sen:0.0000,0.0000;?motionR: 0;?delta:null;?module: photo;hw-remosaic: false;touch: (0.35079366, 0.3918213);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 112.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 37;
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના ઘાટા ગામના પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ દીનાભાઈ ગામીતે છેલ્લા એક દાયકાથી કુદરતી ખેતી અપનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ત્યાગ કરી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા તેમણે પોતાની જમીનને નવપલ્લવિત કરી છે. આ વર્ષે સુરેશભાઈએ પોતાના ખેતરમાં કેળા, તુવેર, ચણા, શેરડી અને ડાંગર જેવા બહુવિધ પાકોનું સફળ વાવેતર કર્યું છે.
સુરેશભાઈની આ ૧૦ વર્ષની તપસ્યા અને કુદરતી ખેતી ક્ષેત્રે તેમના યોગદાનની નોંધ લેતા, જનજાતિગૌરવ યાત્રા સમારંભનના ભાગરૂપે રાજ્ય સરકારના ખાદી, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. એક ભવ્ય સમારોહમાં માનનીય મંત્રીશ્રીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન ગુજરાત સરકારના કુદરતી ખેતીને જન-આંદોલન બનાવવાના મિશનનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય “ઝેર-મુક્ત” ખેતી, ખેડૂતોની આવક બમણી કરવા અને જમીનનું સ્વાસ્થ્ય સુધારવાનો છે. સુરેશભાઈની આ સિદ્ધિ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
