પીડિતાની જાણ બહાર નણંદ દ્વારા ઘર ગીરવે મુકાતા પીડિતા એ લીધી બારડોલી 181 અભયમ ટીમની મદદ

181

Contact News Publisher

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) :  એક મહિલાનો 181 અભયમ પર કોલ આવે છે કે મને મારી નણંદ દ્વારા હેરાનગતિ હોય માટે મદદની જરૂર છે, ત્યારબાદ બારડોલી અભયમ ટીમના કાઉન્સિલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ વનીતાબેન ચૌધરી અને પાઇલોટ ધર્મેશભાઈ કોલ કરનાર મહિલા સુધી પહોંચેલ પછી મહિલા પાસે વિગતવાર માહિતી જાણી તો તે મહિલાએ જણાવેલ કે તેમના નણંદ પાંચ મહિના પહેલા સાસુ બીમાર હોવાથી સાસુને તેમના નણંદ પોતાના ઘરે લઈ ગયા હતાં. પરંતુ નણંદના ઘરે પૈસાની જરૂર હોય જેથી નણંદે મહિલા જે ઘરમાં રહેતા હોય તે ઘરના દસ્તાવેજ ગીરવે મૂકી પૈસા લીધા હોય અને આ બાબતની જાણ મહિલાને ન હોય જેથી આજરોજ પાંચ મહિના પછી જયારે મહિલાના નણંદ મહિલાના સાસુને પરત અહીંયા મુકવા માટે આવેલ ત્યારે મહિલાને જાણ થઈ હોય કે તેઓ જે ઘરમાં રહે છે તે ઘર તેમના નણંદે ગીરવે મૂક્યું હોય જેથી મહિલાએ અભયમ ની મદદ લીધી હોય. ત્યારબાદ ટીમ દ્વારા મહિલાના નણંદનું કાઉન્સેલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેઓ તેમના માતા ને તેમના ઘરે લઈ ગયેલ અને ત્યાં પૈસાની જરૂર હોય માટે તેમણે તેમના માતાના નામ પર ઘરના દસ્તાવેજ હોવાથી માતાના કહેવાથી ઘર ગીરવે મૂક્યું હોય. માટે ટીમ દ્વારા કાયદાની સમજ આપી નૈતિક ફરજ તેમજ સલાહ સૂચન આપી કુશળ કાઉન્સેલિંગ કરેલ.. આમ મહિલાના નણંદ અને સાસુને સમજાવેલ ત્યારે મહિલાના નણંદે પોતાની ભૂલ સ્વીકારી ખાતરી આપેલ કે તેઓ ટૂંક સમયમાં ઘર ગીરવે મુકેલ હોય એમાંથી મુક્ત કરી મહિલાને પરત ઘરના દસ્તાવેજ સોંપી દેશે. આમ મહિલાને ટીમ અભયમની કાર્યવાહીથી સંતોષ થઈ ટીમનો આભાર વ્યકત કરેલ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *