વ્યારા, વાલોડ અને સોનગઢ તાલુકાઓનાં આંતરિક રસ્તાઓ ઉપર ડામરકામની કામગીરી કરાતા વાહન ચાલકોને રાહત

Contact News Publisher

પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વ્યારા, વાલોડ અને સોનગઢ પેટા વિભાગ હેઠળના વિવિધ માર્ગો ઉપર ડામર કામની કામગીરી શરૂ થતા વાહન ચાલકોમાં આનંદની લાગણી છવાઈ.

વ્યારા, વાલોડ અને સોનગઢ તાલુકાના આ રસ્તાઓ ઉપર બારેમાસ મોટા પ્રમાણમાં વાહનોની અવર-જવર રહેવા પામે છે. વ્યારા તાલુકાનું ચીખલી બંધારી ફળીયાનો અંદાજે ત્રણ કિલોમીટર જેટલો લાંબો માર્ગ, વાલોડ તાલુકામાં વાલોડ નવા ફળિયા ટુ હરીજન વાસ એપ્રોચ રોડ કે જે અંદાજે નવ કિલોમીટર જેટલો લાંબો માર્ગ છે. આ ઉપરાંત સોનગઢ તાલુકાના અલગ અલગ માર્ગો જેવા કે, અઢી કિ.મી. જેટલો લાંબો કનાળા દેવલપાડા રોડ, કાળાઘાટ ટુ દેવલપાડા રોડ અને અંદાજે નવ કિ.મી. લંબાઈનો ડોસવાડા બંધારપાડા માર્ગ ઉપર ડામરકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

આ ચારેય માર્ગો ઉપર ડામરકામની કામગીરી પ્રગતિ હેઠળ હોવાથી વાહન ચાલકોમા આનંદની લાગણી પ્રસરી છે સાથે જ આ રસ્તાઓ બનવાથી વિવિધ ગામોના લોકોને અવર-જવર કરવામાં ખુબ જ ઉપયોગી બની રહેશે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *