ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળાનું ગૌરવ : જૈમિન માલવિયા
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદમાં ધોરણ- 12 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જૈમિન બિપીનભાઈ માલવિયા અંડર 19 ક્રિકેટ ટીમમાં સુરત જિલ્લામાંથી પસંદગી પામી ગાંધીનગર મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાનાં શાળાકીય ક્રિકેટ કેમ્પમાં ભાગ લઈ પરિવાર તેમજ શાળાનું ગૌરવ વધારેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હોનહાર વિદ્યાર્થી જૈમિને એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં સમગ્ર શાળામાં અગ્ર સ્થાન હાંસલ કર્યુ હતું. તેને શાળાનું ગૌરવ વઘારવા બદલ સ્થાનિક કેળવણી મંડળ તેમજ તળાદ શાળા પરિવારે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.
રિપોર્ટ: વિજય પટેલ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
