માણેકપુર ગામમાં રાત્રિ સભા યોજાઈ : દીકરીઓને ભણાવજો અને દીકરાઓને વ્યસનમુક્ત બનાવજો : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
અહીંના લોકો ખૂબ લાગણીશીલ અને માયાળું હોવાનું આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત માણેકપુર ગામમાં ગતરોજ રાતવાસો કર્યો હતો. વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, શાળાના બાળકો સાથે સંવાદ, આદિવાસી લોકો સાથે ભોજન અને અંતમાં રાત્રે ૮.૩૦ કલાકે માણેકપુર ગ્રામ પંચાયતના મેદાનમાં ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજી હતી. ગ્રામ પંચાયત પાસે ખાટલા ઢાળીને દેશી પદ્ધતિથી ખૂબ સહજતાથી લોકોની વચ્ચે બેસીને રાજ્યપાલશ્રીએ વાર્તાલાપ કર્યોં હતો. રાત્રિના સમયે ઠંડીના ચમકારો હોવા છતાં ખુલ્લા મેદાનમાં ખુબ મોટી સંખ્યામાં વડીલો, માતાઓ, બાળકો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી ખાટલા પરિષદમાં સહભાગી થયા હતા.
રાજ્યપાલશ્રીએ ખુબજ સરળ, સહજ અને ધીમી ગતિમાં ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ શુદ્ધ હિન્દી બોલતા હોવાથી કહેવા માંગે છે તે તમામ લોકો મેં સમજાય તે માટે ધીમે ધીમે ઉચ્ચારણ કરે છે. દેવવ્રતજીએ ખૂબ ભારપૂર્વક ગ્રામજનોને સૂચન કર્યું હતું કે દીકરીઓને ભણવાનો મોકો આપો અને યુવાનોને નશાથી બચાવજો. વાતચીતના દૌરમાં દેવવ્રતજીએ ગૌ સંવર્ધન માટેની જરૂરિયાત અને ઉપાયો બતાવ્યા હતા. પોતાની ગૌશાળામાં રહેલી પ્રત્યેક ગાય ૫૦ લિટર સુધી દૂધ કેવી રીતે આપતી થઈ તે અંગે શું ઉપાય કરવો જોઈએ તેવી ચર્ચા કરી હતી.
આચાર્ય દેવવ્રતજીએ માણેકપુર ગામના લોકો ખૂબ લાગણીશીલ એન માયાળું હોવાનું તેમજ ગામ ખુબ જ વિકાસશીલ છે તેમજ અહીંની ધરતી સોના જેટલી કિંમતી હોવાનું જણાવ્યું હતું. આ વિસ્તારના લોકોને કેન્સર, ડાયાબિટીસ, ઘાતક રોગનું જોખમ જરા પણ નથી અને અહીંના બાળકો મહેનતુ અને તંદુરસ્ત છે. કેમકે અહીંના લોકો નદીના અને જંગલના શુદ્ધ વાતાવરણમાં રહે છે અને કુદરતી રીતે પાકતો ખોરાકનો ઉપયોગ કરે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
