રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે શેરડીની કાપણી કરી
Contact News Publisher
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા. ૧૦. તાપી જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ફાર્મની મુલાકાત લીધી હતી.
ફાર્મની મુલાકાત બાદ પરત ફરતા માર્ગમાં રાજ્યપાલશ્રીએ માર્ગ કિનારે ખેતરમાં ખેડૂતોને શેરડીની કાપણી કરતા જોઈ, પોતાનો કાફલો અટકાવ્યો અને સ્વયં ખેડૂતો સાથે ખેતરમાં ઉતરીને શેરડીની કાપણી કરી હતી.
રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સાદગીપૂર્વક વાતચીત કરી, તેમના અનુભવ જાણી અને શ્રમજીવી જીવન પ્રત્યેનો સન્માન વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
