ઘરફોડ ચોરી કરનાર ટોળકીને પકડી પાડતી કુકરમુંડા પોલીસ
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : ગઇ તા.૨૫/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે બે-એક વાગ્યાના ગાળા કુકરમુંડા તાલુકાના સગદવાણ ગામના નવા પ્લોટ ફળીયા રહેતા નરેશભાઇ વિશ્વાસભાઇ ઠાકરે તથા પિન્ટુભાઇ પ્રતાપભાઇ મોરે ના રહેણાક ઘરની અંદર ચોરી કરવા ઇરાદે કેટલા ચોર ઇસમો પ્રવેશ કરેલ હતા અને ઘરની અંદર ચોર ઇસમ પ્રવેશ થયેલ અંગેની નુ જણાઇ આવતા નરેશભાઇ વિશ્વાસભાઇ ઠાકરે તથા પિન્ટુભાઇ પ્રતાપભાઇ મોરેએ બુમાબુમ કરતા, ફળીયા માણસો જાગી ગયેલ અને ચોર ઇસમો નો પીછો કરતા, વિલાશભાઇ શાતિલાલ પાડવી રહે.મોડગામ તા.તલોદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)ને પકડી લીધેલ, બાદ નરેશભાઇ વિશ્વાસભાઇ ઠાકરેએ પકડાયેલ ઇસમ તથા બીજા બે ઇસમો વિરૂધ્ધમાં કુકરમુંડા પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરાવેલ હતો.
આ ગુના ના કામે પકડાયેલ આરોપીની તા.૨૫/૧૦/૨૦૨૫ ના રોજ અટક કરી, આરોપીની ઉડાણ પુર્વક પુછપરછ દરમ્યાન સહ આરોપીઓ (૧) વિલાશભાઇ શાતિલાલ પાડવી ઉ.વ.૩૬ રહે.મોડગામ તા.તલોદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)ને તા.૨૫/૧૦/૨૦૨૫ ના રોજ તથા (૨) સુનિલભાઇ સરસીંગ નાઇક ઉ.વ.૩૫ રહે.મોડગામ તા.તલોદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને તા.૨૬/૧૦/૨૦૨૫ ના રોજ અટક કરવામાં આવેલ જેઓની પુછપરછ દરમ્યાન અન્ય બે આરોપી ગુનામાં સંડોવાયેલ હોય, જેથી તેઓને (૩) પવન ઉર્ફે વિકાસભાઇ સંજયભાઇ પાડવી ઉ.વ.૨૩ રહે.તલોદાગામ, પ્રધાન ગલી, મચ્છી માર્કેટ પાસે તા.તલોદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) (૪) બાગો ઉર્ફે દિલીપભાઇ આત્મરામભાઇ નાઇક ઉ.વ.૩૭ રહે.તલોદાગામ, અક્કલકુવા રોડ પ્રધાન ગલી તા.તલોદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને તા. ૨૮/૧૦/૨૦૨૫ ના રોજ અટક કરવામાં આવેલ છે. ઉપરોકત તમામ આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ રીકવરી કરવામાં આવેલ છે.
કબજે કરવામાં આવેલ મુદ્દામાલ :
ગુના માં ગયેલ મુદ્દામાલ :
(૧) રેડમી કંપનીનો મોડલ નંબર- AI મોબાઇલ જેનો IMEI No.(1) 861530063081461 (2) 8615300630 81479 કિ.રૂ.૭૦૦૦/-
(૨) એક રેડમી કંપનીનો મોડલ નંબર- AI મોબાઇલ જેનો IMEI No.(1) 865650059427415 (2) 8656500 59427423 કિ.રૂ.૧૪,૦૦૦/-
(૩) એક રીયલ્મી કંપનો મોબાઇલ જેનો IMEI No.(1) 860921056274174/01 તથા IMEI No.(2) 860921056 274166/01 કિ.રૂ.૭,૫૦૦/
આરોપીઓ પાસે કબ્જે કરેલ મુદ્દામાલ
(૪) એક પોકો (POKO) કંપનીનો મોબાઇલ જેનો IMEI નંબર જોતા (1) 862201052 069052/78 (2) 86220105 20 69060/78 કિ.રૂ.૧૦,૦૦૦/-
(૫) એક રેડમી કંપની નો 5G મોબાઇલ જેનો IMEI નંબર જોતા (1) 861623064001362 (2) 861623064 001370 કિ.રૂ.૧૦,૦૦૦/-
(૬) એક બજાજ કંપની પલ્સર મોટર સાયકલ નંબર –GJ-19-AE-8236 જેનો એન્જીન નંબર –DKZCEG71878 નો છે તથા ચેચીસ નંબર –MD2A13EZ3ECG79551 કિ.રૂ.૪૦,૦૦૦/-
(૭) એક હિરો હોન્ડા કંપની ની સુપર સ્પેલેન્ડર મોટર સાયકલ નંબર- GJ-21-AM-9998 જેનો એન્જીન નંબર –JA05ECD9A15741 તથા ચેચીસ નંબર –MBLJAC5EKD9A15545 કિ.રૂ.૩૦,૦૦૦/-
(૮) એક વિજય સ્ટેન્લેસ કંપની નુ બ્લેડ કિ.રૂ.૦૦/- મુદ્દામાલ ની કુલ્લ કિ.રૂ.૧,૧૮,૫૦૦/-
આરોપીનું ગુનાહિત ઇતિહાસ:-
પવન ઉર્ફે વિકાસભાઇ સંજયભાઇ પાડવી ઉ.વ.૨૩ રહે.તલોદાગામ, પ્રધાન ગલી, મચ્છી માર્કેટ પાસે તા.તલોદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) તલોદા પોસ્ટે. ૨૫૬/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૮૦,૪૨૭,૫૦૪,૫૦૬ ૩૪
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :
(૧) શ્રી વી.કે. પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, કુકરમુંડા પોલીસ સ્ટેશન
(૨) ASI વિજયભાઇ કરશનભાઇ.
(૩) આ.પો.કો.કમલેશભાઇ કિશનભાઇ.
(૪) અ.પો.કો.મેહુલભાઇ માવજીભાઇ.
(૫) જી.આર.ડી. વિશાલભાઇ સુનીલભાઇ કુંવર નોકરી-કુકરમુંડા પોલીસ સ્ટેશન.
