181 મહિલા હેલ્પલાઇન કતારગામ ટીમ દ્વારા મહિલાને રહેવા માટે આશ્રય અપાવેલ છે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્યભરમાં મહિલાઓની સુરક્ષા માટે 181 મહિલા હેલ્પલાઇનની ટીમ 24*7 કામ કરી રહી છે ત્યારે ગત રોજ એક અજાણ્યા વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવેલ કે એક પીડિત મહિલા ઘણા દિવસથી અહીં બેઠા છે અને તેમની માનસિક સ્થિતિ સારી નથી જેથી તેમની મદદ કરો.
આટલુ સાંભળતા જ કતારગામ 181 અભયમ્ હેલ્પલાઇન ટીમ આપેલા સરનામે પહોંચી જાય છે. 181 મહિલા હેલ્પલાઇનની ટીમે સ્થળ પર હાજર મહિલા સાથે વાતચીત કરી તો મહિલા જણાવે છે કે તેઓનું નામ મનિષાબેન (નામ બદલેલ છે) જણાવ્યું છે અને તેઓની ઉંમર આશરે 52 આસપાસ હોય એવું લાગે છે અને બીજું કશું જણાવતા નથી. તેઓ ગુજરાતી ભાષા બોલે છે. અને મનિષાબેનના પગમાં પ્રોબ્લેમ હોય એવું લાગે છે જેથી તેઓ ચાલી શકતા નથી સાથે માનસિક સ્થિતિ પણ સારી ન હોય એવું લાગે છે. ત્યાર પછી 181 અભયમની ટીમે આજુબાજુમાં પૂછપરછ કરી પરંતુ પીડીતાબેનના કોઈ વાલી વારસ મળી આવેલ નહિ. અને ત્યાર પછી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે કે એક બહેન મળી આવેલ છે. ત્યાર પછી 181 મહિલા હેલ્પલાઇનની ટીમે મનિષાબેનને ઓલ્ડ એજ હોમમાં રહેવા માટે આશ્રય અપાવેલ છે. ઉપર ફોટો આપેલ છે જો કોઈ વાલી વારસ મળી આવે તો 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરવો. હાલ મનિષાબેનને ઓલ્ડ એજ હોમમાં આશ્રય અપાવેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *