દંપતિ વચ્ચે થતા ઝઘડાનું કુશળ કાઉન્સિલિંગ કરી સુખદ સમાધાન કરતી 181 અભયમ ટીમ ઉમરા, સુરત
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : થર્ડ પાર્ટી રૂમ માલિક દ્વારા 181 અભયમમા કોલ કરી જણાવેલ કે પીડિતા તેમજ તેમના પતિ બંને પતિ-પત્ની વચ્ચે દિવાળી પૂજા દરમિયાન ઝઘડો થતા બંને એક બીજા સાથે મારા મારી કરી તેથી બંને જણાને શાંતિથી સમજાવ્યા શાંત પાડ્યા પરંતુ થોડીવાર પછી પીડિતા રૂમમાં જઈ સુસાઇડ કરવાનો પ્રયત્ન કરેલ તેથી પીડિતાને સમજાવવા માટે 181 માં ફોન કર્યો.
181 ટીમ દ્વારા સ્થળ પર પહોંચી પીડિતા તેમના પતિ બંને જણાનું કાઉન્સિલિંગ કરી બંને જણાને શાંતિથી સમજાવ્યા પત્નીએ જણાવેલ કે પતિ સાસુ સસરા ના કીધા પ્રમાણે ચાલે છે. ઘર ખર્ચ આપતા નથી તેમની સાથે ઝઘડો કરે છે. મારપીટ કરે છે. અપશબ્દો બોલે છે. આજરોજ મારપીટ કરતા તેમણે સુસાઇડ કરવાનો પ્રયત્ન કરેલ. પતિનુ અસરકારક કાઉન્સિલિંગ કરી કાયદાકીય સમજ આપી પત્ની પર હાથ ચાલાકી કરવું એ ગુનો બને છે. પતિએ જણાવેલ કે પીડિતા તેમના માતાના કીધા પ્રમાણે ચાલે છે તેથી તેમના સાથે ઝઘડો કરે છે બંને જણાને સમજાવ્યા કે માતા-પિતા બંને જણાના છે તેમના સાથે ફોન ઉપર વાતચીત કરો પરંતુ તેમના કીધા પ્રમાણે તમને યોગ્ય લાગે એ રીતે ચાલો. જે બાબતથી તમારા દાંપત્ય જીવનમાં ખલેલ પહોચે તેવું લાગે તે બાબતને અવગણો. બંને એક બીજાને સમજીને ચાલે અને એકબીજાનું કહેલું માને અભયમ ઉમરા ટીમ દ્વારા પતિ પત્નીને લગ્ન જીવનની ગંભીરતાથી અને પારિવારિક જવાબદારીથી વાકેફ કરેલ. પોતાનું તેમજ બાળકનું ભવિષ્ય અંગે સમજ આપતા તેમને કાયદાકીય જવાબદારીનું ભાન કરાવતા પતિએ પોતાની ભૂલ કબૂલી હતી હવે પછી પત્ની ઉપર હાથ નહીં ઉપાડે તેમજ પીડિતા થોડા દિવસ ગામ જવા માંગતા હોય તેથી તેમને પતિ થોડા દિવસ ગામ પિયરમાં દિવાળી માટે મૂકી આવે. પીડિતાને જણાવેલ કે સુસાઇડ કરવુ એ સમસ્યાનો કોઈ હલ નથી. આમ પીડિતા ને આગળ કોઈ કાર્યવાહી ના કરવી હોય બંને પતિ પત્ની વચ્ચે સુ:ખદ સમાધાન કરતા ફરી જરૂર જણાય તો 112, 181 પર કોલ કરવા જણાવી બંને પતિ પત્નીને શાંતિથી રહેવા જણાવેલ. પીડિતાને મળેલ મદદ બદલ અભયમ ટીમનો આભાર માન્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
