વહેમ રાખી મહિલાના પિયરમાં ઝઘડો કરવા આવેલ પતિને સમજાવી પતિ પત્નીનાં સંબંઘ ટૂટતા બચાવતી તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તાપી જીલ્લાનાં કુકરમુંડા તાલુકામાંથી એક મહિલાનો 181 અભયમમા કોલ આવતાં જણાવેલ કે તેમના પતિ પિયરમાં આવી તેમની સાથે ઝઘડો કરે છે અને હાથ ઉપાડેલ છે.

તાપી ની 181 મહિલા હેલ્પલાઇન ની ટીમ સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલીગ કરતાં જાણવા મળ્યું કે, ત્રણ વર્ષ પહેલા તેમના સાસરી પક્ષનાએ જુઠું બોલી મહિલાનાં લગ્ન તેમના પતિ જોડે કરાવ્યાં હતાં, તેમનાં પતિનાં માતા પિતા નથી તેમનાં પતિનાં સંબંઘી એ માતા પિતા બની તેમના લગ્ન કરાવ્યા હતા અને લગ્ન પછી તેમનાં પતિ તેમનું ઘર નહિ હોવાથી મહિલા ને તેમના સંબંધીને ત્યાં રાખતા હતા. મહિલા બહેનને તેમના પિયરમાં લગ્ન પછી બધું ખબર પડતાં મહિલા તેમના પતિ જોડે જ રહેવા માંગતા પંચ દ્વારા સમાધાન કરી મહિલાના પતિ બીજા જીલ્લામાં કામ કરતા હતા ત્યાં તેઓ રહેવા લાગ્યા. તેમના લગ્નનાં ત્રણ વર્ષ થયાં ને હવે તેમનું એક બાળક પણ છે, મહિલાનાં પતિ આખો દિવસ કામ પર હોય અને મહિલા બહેન તેમના બાળક જોડે ઘરે એકલા હોય માટે મહિલા બહેન તેમના સંબંધી ભાઈ જોડે વાત કરતાં તેમના સંબંધી ભાઈથી મહિલા ને ભુલ માં ખોટા મેસેજ થઈ ગયા હતા જે તેમના પતિ એ જોઈ લીધા હતા અને તેમના પતિ એ તેમને મારપીટ કરી હતી. આ બનાવથી મહિલાનાં પતિના મગજમાં વહેમ ભરાય જતાં તેમણે નશો કરવાનું ચાલું કરી દીધું હતું, તેમના પતિનું વતૅન જ બદલાઈ ગયું હતું, મેસેજ વાળી વાત ને લઈ ને તેમની વચ્ચે સમાધાન પણ થઈ ગયેલ પણ મહિલાનાં પતિ તેમને ખુબ માનસિક ત્રાસ આપવા લાગ્યા. ગમે તેવા અપશબ્દો બોલતા, કામ પરથી આવી ઘરમાં બધું ચેક કરતાં નાની નાની વાતમાં તેમની જોડે ઝઘડો કરતાં. હાલ મહિલાને મારપીટ કરતાં મહિલા બહેન તેમના બાળક ને લઈ ને પિયરમાં આવી ગયા હતા. બીજા જ દિવસે તેમના પતિ મહિલાના પિયર માં આવી ઝઘડો કરવા લાગ્યા મહિલા ને કહેતા કે તેમના બોયફ્રેન્ડ ને મળવા પિયરમાં આવી ગયા છે, એમ બોલી હાથ ઉપાડેલ. આથી મહિલા બહેન એ તેમના પતિથી ત્રાસીને 181 હેલ્પલાઇનની મદદ લેતા ટીમ દ્વારા મહિલાનાં પતિ ને સમજાવવામા આવ્યા, તેમના પતિની વાત પણ પુરેપુરી સાંભળી તેમના વચ્ચે જેના કારણે ઝઘડો હતો અને તેમના પતિ ને વહેમ હતો તે વાતનું નિવારણ લાવી, બંને પક્ષ હવે ઝઘડો કર્યા વગર જોડે રહેવા માંગતા તેઓએ રાજીખુશીથી સમાધાન કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *