પીકઅપ ગાડીમાં બોડીના ભાગે ચોર ખાનુ બનાવી વિદેશી દારુની હેરાફેરી કરતા દારૂનાં જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપી તથા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય જેના ભાગ રૂપે આજરોજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. રોનક સ્ટીવનસનને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે “ વ્યારા ભેસકાતરી રોડ તરફથી એક સફેદ કલરની પીકપ વાહન જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-19-Y-1515માં ચોર ખાનુ બનાવીને તેમાં ઇગ્લીશ દારૂ ભરીને આવે છે.” જે બાતમી આધારે વોચ પેટ્રોલીંગમાં હતા અને આ વાહન બાબતે ખાનગી બાતમીદારોને જાણ કરતા દરમ્યાન ખાનગી માણસો દ્વારા માહીતી મળેલ કે, આ નંબર વાળી પીકઅપ વાહન વ્યારા સીંગી ફળીયાનુ રેલ્વે ફાટક પાસ કરી લોટરવા ગામ તરફ જાય છે તેવી હકીકત મળતા તે રોડે આગળ જતા વાલોડ તાલુકાના કહેર ગામથી બેડકુવા ગામ જતા રોડ ઉપર આ વાહન આગળ જતુ હોય તેનો પીછો કરતા આ વાહનના ચાલકને પોલીસ પીછો કરતી હોવાનુ જણાતા તેણે પોતાનુ વાહન પુરઝડપે ચલાવી આગળ જઇ રોડ ઉપર ઉભુ રાખી વાહન ચાલક અને તેની સાથેનો બીજો એક વ્યકિત પીકઅપ વાહનમાંથી ઉતરી ખેતરમાં નાસવા લાગતા તેમનો પીછો કરતા વાહન ચાલક ખેતરનો લાભ લઇ નાશી ગયેલ અને તેની સાથેનો વ્યકિતને પકડી પાડી પુછપરછ કરતા કેબીનની પાછળની બોડીના ભાગે ચોર ખાનુ બનાવી ઇગ્લીશ દારૂ ભરેલ હોય આરોપી- રાકેશકુમાર રામસુરત સીંગ ઉ.વ.૪૧ રહે.ચાલ નં.૫૪૬૩ ઘર નં.૩ શાંતિબાઇ શંકર કિરકિરાની ચાલ, ઓમ નગર, નગીનદાસ પાડા, નાલાસોપારા, ઇસ્ટ વસઇ પાલઘર મહારાષ્ટ્ર મુળ રહે.તિલોચન મહાદેવ, જલાલપોર જોનપુર યુ.પી. તથા નાશી જનાર આરોપીઓએ પોતાના કબજાની મહીંદ્રા કંપનીની પીકપ વાહન જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-19-Y-1515 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ બાટલી/ટીન કુલ નંગ-૧૫૧૨, કુલ કિંમત રૂ! ૩,૧૧,૫૨૦/- નો પ્રોહી. મુદ્દામાલ તથા મોબાઇલ નંગ- ૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ્લે ૮,૧૬,૫૨૦/-નો મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાંકાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

પકડાયેલ આરોપી-

રાકેશકુમાર રામસુરત સીંગ ઉ.વ.૪૧ રહે.ચાલ નં.૫૪૬૩ ઘર નં.૩ શાંતિબાઇ શંકર કિરકિરા ની ચાલ, ઓમ નગર, નગીનદાસ પાડા,નાલાસોપારા, ઇસ્ટ વસઇ પાલઘર મહારાષ્ટ્ર મુળ રહે.તિલોચન મહાદેવ,જલાલપોર જોનપુર યુ.પી.

કબજે કરેલ મુદ્દામાલ-

(૧) ઇંગ્લીશ દારૂની બાટલી/ટીન કુલ નંગ-૧૫૧૨, કુલ કિંમત રૂ! ૩,૧૧,૫૨૦/-

(૨) મોબાઇલ નંગ-૧ જેની આશરે કિં.રૂ! ૫,૦૦૦/-

(૩) મહીંદ્રા કંપનીની પીકપ જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-19-Y-1515 ની કિ.રૂ.૫,૦૦,૦00/-કુલ્લે રૂ! ૮,૧૬,૫૨૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ જી.તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, હે.કો. વિનોદભાઈ પ્રતાપભાઇ, હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, પો.કો. રોનકભાઇ સ્ટીવંસન, પો.કો. અરૂણભાઇ જાલમસિંહ, પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ, પો.કો. વિનોદભાઈ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *