ધનતેરસે ચોપડા પૂજન દરમિયાન તેઓ પોતાની ખાતાવહી પર શુભ અને લાભ લખતાં વેપારીઓ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : હિન્દુ ધર્મનાં પાંચ દિવસીય મહાપર્વ દિવાળીની શરૂઆત આજરોજ ધનતેરસથી થઈ રહી છે. આર્થિક લેવડદેવડ સાથે સંકળાયેલ વ્યક્તિઓ તથા સંસ્થાઓ આ દિવસે દેવી લક્ષ્મીજીની ખાસ પૂજા કરે છે. આજની પરંપરાગત વિધિમાં વેપારનાં સાધનો અને ચોપડા પર સ્વસ્તિક રચીને લક્ષ્મીજી અને ગણેશજીનું આહવાન કરવામાં આવે છે, જે આવનારા વર્ષ માટે સમૃદ્ધિ અને સફળતાની પ્રાર્થના દર્શાવે છે. પોતાનાં વ્યવસાયમાં નફો સુનિશ્ચિત કરવાનાં ઉદ્દેશ્યથી ચોપડા પૂજન દરમિયાન તેઓ પોતાની ખાતાવહી પર શુભ અને લાભ લખતાં હોય છે. આ પવિત્ર દિવસે ઓલપાડ ટાઉનનાં ઝાંપાફળિયા સ્થિત ધી ઓલપાડ તાલુકા પ્રાથમિક ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડનાં મકાન ખાતે મંડળીનાં કર્મચારીઓ ચોપડા પૂજન વેળાએ કેમેરાની નજરે ચડ્યા તે પ્રસંગની તસવીર.
તસવીર:વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
