કીકાકુઇ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મના વચ્ચેના ભાગે કુદરતી રીતે મરણ ગયેલ અજાણી મહિલાનાં વાલી વારસો જોગ

Contact News Publisher

પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં.૧૯૪/૨૦૨૫ બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ ના કામે મરણ જનાર એક અજાણી મહીલા ઉ.વ.૫૫ નાં આશરાની તા.૧૬/૧૦/૨૦૨૫ ના કલાક ૧૩/૦૦ વાગ્યા પહેલાં કીકાકુઇ રેલ્વે સ્ટેશન પ્લે.ન.૦૨ ઉપર વચ્ચેના ભાગે કુદરતી રીતે મરણ ગયેલ હોય, જે મરનાર મહીલાની લાશની ઓળખ થયેલ નથી. જે મરણ જનારની લાશનુ વર્ણન નીચે મુજબ છે. અજાણ્યા મહિલા કે તેના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલવે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.

મરનારની લાશનું વર્ણન:-

મરનાર એક અજાણી મહીલા ઉ.વ.૫૫ ના આશરાની જેણે બદનમાં મરૂન કલરની ડીઝાઇનવાળી મેક્ષી પહેરેલ છે. શરીરે મધ્યમ બાંધો, રંગ – ઘઉં વર્ણનો અને ઉંચાઈ ૫x૧” છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *