આજે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રચારમંત્રી વિજય પટેલનો જન્મદિવસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રચારમંત્રી, કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અને કવિ હૃદય એવાં વિજય પટેલનો આજે તા. 16 ઓક્ટોબરનાં રોજ જન્મદિવસ છે. યુવક મહોત્સવમાં ગઝલ, કાવ્ય તથા પાદપૂર્તિ જેવી સ્પર્ધાઓમાં તેમણે રાજ્ય કક્ષા સુધીની સિદ્ધિ હાંસલ કરી સુરત જિલ્લાનું નામ રોશન કરેલ છે. વન પરિભ્રમણ, સાગરકાંઠા પરિભ્રમણ, નર્મદા શ્રમ શિબિર, આબુ પર્વતારોહણ ઉપરાંત હિમાલિયન ટ્રેકિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રસ લઈ ચૂક્યા છે. ‘સંકલ્પ-સંકલન-સફળતા’નાં સૂત્રને લક્ષમાં રાખી શાળા, શિક્ષકો તથા બાળકોનાં હિતાર્થની વિચારધારા ધરાવતાં વિજય પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
