ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામ પાસેથી ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ સાથે પાંચને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.આર. પ્રજાપતિ એસ.ઓ.જી. શાખા તાપી તથા આ.એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ, અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ, અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઈ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અનાર્મ હેડ.કોન્સ શરદભાઇ સુરજીભાઇ તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇને સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે, મીરકોટ ગામની સીમમાં આવેલ મીરકોટ ગામ તથા વીર વચ્છરાજ હોટલની વચ્ચે આવેલ ખાડી કોતરમાં કેટલાંક લોકો લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે જીલેટીનથી નું બ્લાસ્ટીંગ કરી માછલી પકડવા માટે આવેલ છે. તેવી બાતમી હકીકતનાં આધારે તે જગ્યા રેઇડ કરી (૧) પાઉલભાઇ ફીલીપભાઇ ગાવીત ઉ.વ.૪૨ રહે.લક્કડકોટ બટકાળ ફળિયા તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) (૨) જીગ્નેશભાઇ ચંદુભાઇ ગાવીત ઉ.વ.૨૭ રહે.લકકડકોટ બટકાળ ફળિયા તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) (૩) શૈલેષભાઇ બારકીયાભાઇ ગામીત ઉ.વ.૩૨ રહે.ગાયસાવર ગામ પટેલ ફળિયા તા.સોનગઢ જી.તાપી (૪) ઇલેશભાઇ છગનભાઇ ગાવીત ઉ.વ.૩૨ રહે.લકકડકોટ હીરા ફળિયા તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) (૫) નિતેશભાઇ દિન્યાભાઇ ગાવીત ઉ.વ.૩૪ રહે.લકકડકોટ હીરા ફળિયા તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)ને પોતાના કબ્જામા ગેરકાયદેસર ઝીલેટીન સ્ટીક નંગ ૦૨ કિમત રુપીયા ૪૦૦/- તથા કેબલ વાયર રૂપીયા ૧૫૦/- તથા ઇલેક્ટ્રોનીક બ્લાસ્ટીંગ કેપ નંગ-૦૨ કિમત રૂપીયા ૨૦/- તથા મોબાઇલ ફોન નંગ ૦૭ જેની કિંમત રૂપીયા ૬૦,૫૦૦/-તથા મોટર સાઇકલ નંગ 03 જેની કુલ રૂ.૧,૩૦,૦૦૦/-મળી કુલ કિંમત રૂપિયા ૧,૯૧.૦૭૦/- નો મુદ્દામાલ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખી હેરાફેરી તથા માછલી મારવાના કામમાં ઉપયોગ કરવા માટે બ્લાસ્ટીંગ કરવા પોતાની તેમજ અન્યની જીંદગી જોખમાય અને જાનમાલને નુકસાન થાય તે રીતે રાખી પકડી પાડી તેમના વિરૂધ્ધમાં ઉચ્છલ પો.સ્ટે.મા ગુનો દાખલ કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.આર. પ્રજાપતિ એસ.ઓ.જી. શાખા તાપી તથા આ.એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ તથા અ.હેડ.કો. હીરેનભાઇ ચીમનભાઇ, આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *