અજાણ્યા વ્યક્તિના એક કોલ થકી મળી આવેલા પીડીતાને સુરક્ષિત રીતે ફેમિલીને સોંપતી 181 અભયમ ટીમ ઉમરા સુરત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગત રોજ એક અજાણ્યા વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે આશરે 45 વર્ષના એક પીડીતા પાંડેસરા વિસ્તારના પત્રકાર કોલોની રોડ પર લગભગ 2 કલાક થી રખડે છે. જેઓની માનસિક સ્થિતિ સારી ના હોય તેમ જણાઈ છે. તેઓ હેરાન પરેશાન જણાતા હોવાથી તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને માહીતી પુછતા કોઈ જવાબ ન આપતા તેથી તેઓ રોડ પર ચાલ્યા જાય છે. તેમની મદદ કરવાના આશયથી 181 અભયમમાં કોલ કરેલ છે.

આટલું જાણતા જ અભયમ રેસ્ક્યું ટીમ ઉમરા સ્થળ પર પહોચી પીડીતા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓ વધારે કાઇ જણાવતા ન હતા. તેમની સાથે શાંતિથી વાત કરી આશ્વાસન આપી જણાવેલ કે તેઓ શાતિથી ઘરનું સરનામું યાદ કરે જેથી તેઓને ત્યા સુરક્ષિત પહોચાડી શકાય. પીડીતાનું કાઉન્સિલિંગ કરતા તેઓએ જણાવ્યુ કે તેમનુ સરનામું પાંડેસરા હરિઓમ નગરના રહેવાસી છે. તેઓ ઘરમાં પતિ પત્ની તેઓ રહે છે.પીડીતા એ પોતાનું નામ જણાવેલ નહી પરંતુ જયા પીડીતા મળી આવ્યા ત્યા આજુબાજુમા પુછપરછ કરેલ એક દુકાનવાળા ભાઈ ના ફ્રેન્ડ આવ્યા તેમણે જણાવેલ કે તેઓ પીડીતાને ઓળખતા નથી પરંતુ ધણી વાર તેમના સોસાયટીમા જોયા છે. પીડીતાએ જે એડ્રેસ આપ્યો ભાઈ એજ સોસાયટીની વાત કરતા તેથી તે ભાઈ ની મદદ મેળવી પીડીતા ને સોસાયટી મા લઈ જઈ આજુ બાજુમા પુછપરછ કરેલ પીડીતા ને કોઈ ઓળખે છે જેથી પીડીતા ના પડોશી બેન પીડીતાના પતિ ને બોલાવી લાવ્યા પીડીતાના પતિનુ કાઉન્સિલગ કરી વધુ આગળ ની જાણકારી મેળવતા પતિ એ જણાવેલ કે તેમનો એક નો એક દિકરો હતો 17 વર્ષ નો જે કોરોના સમયે મૃત્યુ પામ્યા ત્યારથી પીડીતાને આધાત લાગવાથી અસ્થિર મગજ થઈ ગયેલ. માનસિક સ્થિતિ બગડી ગયેલ પતિ એ જણાવેલ પીડીતાની ધણી જગ્યાએ દવા કરાવી તેઓ દવા લેતા નથી તેઓ ઓટો રીક્ષા ચલાવે છે. આજ રોજ સાંજના 8:00 વાગ્યે આસપાસ ધરેથી નિકળી ગયેલ તેઓ રીક્ષા લઈ પીડીતાની ધણી જગ્યાએ શોધ ખોળ કરી પણ ન મળતા તેઓ ઘરે પરત આવ્યા તેમ જણાવેલ પિડીતાના પતિને ફરી એક વાર સાઈકેટ્રીકસ, મનોચિકિત્સક ની સલાહ લેવા જણાવેલ. પીડીતા હવે પછી ઘરે જાણ કર્યા વગર બહાર ન જાય તે ધ્યાન રાખવા જણાવી પીડીતા ને ફેમેલીમા તેમના પતીને સોપેલ છે. તેથી પીડીતાના પતિએ અભયમ ટીમ નો આભાર વ્યક્ત કરેલ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *