“અહિંસાથી એકતા તરફ” જેલના કેદીઓમાં યોગ દ્વારા સકારાત્મક બદલાવ માટે યોગ બોર્ડ દ્વારા વ્યારા સબજેલ તાપીમાં શિબિર શરૂ
2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા જેલ સુધારાત્મક અને વહીવટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યની તમામ જેલના બંદીવાન ભાઈઓ તથા બહેનો અને જેલના સ્ટાફને યોગની તાલીમ આપવામાં આવી રહી છે.
તાપી જિલ્લાના વ્યારા સબજેલમા જેલના બંદીવાન ભાઈઓ તથા બહેનો અને સ્ટાફ માટે ૧ મહિનાની યોગની તાલીમ શરૂ થયેલ છે.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૦ઃ માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જેલ માટે સુધારાત્મક પગલાં લેવા જેલના બંદીવાન ભાઈઓ અને બહેનો તથા જેલના સ્ટાફનુ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું થાય આ માટે સતત આગ્રહી છે. ગૃહ મંત્રીશ્રીના માર્ગદર્શન મુજબ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેજા હેઠળ 2 ઓક્ટોબરથી 31 સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલ સર્ટિફાઇડર્સ ટ્રેનર દ્વારા યોગની તાલીમ આપવામાં આવી રહેલ છે ગુજરાતની તમામ જેલોમાં યોગના કાર્યક્રમો થાય જેથી જેલના બંદીવાન ભાઈઓ તથા બહેનો અને જેલના સ્ટાફની માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિ સુદ્રઢ બને અને કેદી જેલમાંથી બહાર આવી સારા નાગરિક તરીકે જીવન જીવે તે માટેનું આયોજન વિચારેલ છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજી રાજપુતના માર્ગદર્શન અનુસાર તાપી જિલ્લાના યોગ કોર્ડીનેટર શ્રીમતી જ્યોતિબેન મહાલેના નેતૃત્વ હેઠળ વ્યારા તાલુકાના કોચ શ્રી મયુરભાઈ બારોટ દ્વારા સવારે યોગની ૧ કલાક તાલીમ આપવામાં આવી રહી છે. એક સપ્તાહમા જ કેદીઓના રીવ્યુ મળવા લાગ્યા છે કે તેમને ઊંઘ સારી રીતે આવવા લાગી ગઈ છે. સરકારશ્રીનો આ નવા અભિગમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
