સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ NDPSના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં પોલીસ સબ ઇન્સ્પેકટર એન.પી. ગરસીયા તથા આ.એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ, અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી, આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ નાસતા ફરતા આરોપીઓ વોય તપાસમાં હતા તે દરમ્યાન આ.એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ, અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવીને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ  અને.ડી.પી.એસ.ના ગુનાના કામે સંડોવાયેલ વોન્ટેડ આરોપી તાલીફશા મુસાશા ફકીર રહે. વ્યારા મગદુમનગર તા.વ્યારા જી.તાપીનો વોન્ટેડ હોય અને આ વોન્ટેડ આરોપી વ્યારા મગદુમનગર દાદાજી સર્કલ પાસે ઉભેલ હોવાની બાતમી આધારે વ્યારા મગદુમ નગર દાદાજી સર્કલ, વ્યારા પાસેથી આ કામનો વોન્ટેડ આરોપી તાલીફશા મુસાશા ફકીર ઉ.વ.૨૮ ધંધો-મજુરી. રહે. વ્યારા મગદુમનગર તા.વ્યારા જી. તાપી પકડાઇ જતા તા.૧૦/૧૦/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોપેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર એન.પી. ગરસીયા એસ.ઓ.જી. શાખા તાપી તથા આ.એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ, અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી, આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *