ઓલપાડનાં કરંજ ગામનાં નવયુવાન પ્રિન્સ પટેલે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી

Contact News Publisher

પોતાનાં જન્મદિવસે પ્રથમવાર રક્તદાન કરી સમાજમાં નવી કેડી કંડારી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :   ગુજરાતનાં પનોતા પુત્ર અને દેશનાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા દેશવિદેશમાં છે. તેમની લોકાભિમુખ કાર્યપ્રણાલી ઉડીને આંખે વળગે છે. દેશનાં યુવાધનમાં પણ તેઓ પ્રેરણા સ્ત્રોત બન્યાં છે ત્યારે વડાપધાનની દીર્ઘદ્ષ્ટિ અને અન્ય બાબતોથી પ્રેરાઈને એક યુવાને તેનાં જન્મદિવસની ઉજવણી રક્તદાન કરીને કરી હોય તેવો એક કિસ્સો ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારનાં કરંજ ગામે પ્રકાશમાં આવેલ છે.

મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાનાં કરંજ ગામનાં વતની એવાં નવયુવાન પ્રિન્સ દિલીપભાઈ પટેલનો જન્મદિવસ યોગાનુયોગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ સાથે જ હતો ત્યારે આ નવયુવાને મનોમન સંકલ્પ કરી લીધો હોય તેમ ઓલપાડની સરકારી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં પહોંચી જઈને સૌપ્રથમ સહર્ષ રક્તદાન કર્યુ હતું. ત્યારબાદ ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ સહિતનાં મહાનુભવોની ઉપસ્થિતિમાં હરખભેર બર્થ ડે કેક કાપી પોતાનાં જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે અન્ય યુવાઓને નવી રાહ ચીંધનાર પ્રિન્સ પટેલને સૌએ તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધો હતો.

રિપોર્ટ:વિજય પટેલ (ઓલપાડ)

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *