ઉકાઈનાં બોરીસવાર ગામે ફિલ્ટર-પ્લાંટના ગોડાઉનમાંથી મોટર અને કેબલ ચોરી તથા સોનગઢનાં ચાપલધરા ગામે ખેતરમાંથી કેબલ ચોરીનો ગુનો ઉકેલી કાઢતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુના મુજબ સોનગઢના ચાપલધરા ગામે ખેતરની બોરમા લગાવેલ સબમર્શીબલ મોટરોના કેબલ વાયરોની ચોરી થઈ હતી. આ ગુનો શોધી કાઢવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઈન્સ્પેકટર આઈ.ડી. દેસાઈએ સુચના આપેલ હોય તે આધારે અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ, અ.હે.કો. ધર્મેશભાઇ ફતેસિંગભાઇ, અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ, અ.પો.કો. રાજીશભાઈ ગોપાળભાઇ, આ.પો.કો મોતીભાઇ રામભાઇ પેટ્રોલીંગમાં હતા ત્યારે આ ગુનાનો આરોપી રાણીઆંબા રેલ્વે ફાટક પાસે આવવાની હકિકત હોય, જેથી રાણીઆંબા રેલ્વે સ્ટેશન પાસે વોચમાં હતા તે વખતે આરોપી મિથુનભાઈ હસમુખભાઈ ગામીત પોતાની માલીકીની મોટર સાઈકલ નંબર- GJ-19-0-6233 લઈને આવતા તેને રોકી લઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછ પરછ કરતા તેણે તેમજ સહ આરોપી નીતીનભાઈ ઝીણાભાઈ ગામીતે ચાંપલઘરા ગામે સિમ વિસ્તારમાં આવેલ ખેતરો માથી અલગ-અગલ કુલ્લે પાચ જગ્યાએથી સબમર્શીબલ કેબલ વાયરની ચોરી કરેલી અને તે ચોરી કરેલ કેબલોનો રબ્બર કાઢી લઈ તાંબાનો વાયર ભંગારવાળા અજયભાઈ બાબુભાઈ પટણીને વેચેલ હોવાની કબુલાત કરતા તે જગ્યાએ આરોપી સાથે જઈ તપાસ કરતા અજયભાઈ બાબુભાઈ પટાણી હાજર હોય અને બન્નેની હાજરીમાં તેના ઘરેથી અંદાજિત ૯ કિલો તાંબાનો વાયર તેમજ છુટ્ટી પાણીની મોટરની બોર્ડી નંગ-૪૩, તથા જુની મોટર નંગ-૨, મોટરના રોડ નંગ-૧૮, મોટરની આગળના ભાગના ઢાંકણ નંગ-૧૯, મોટરની પાછળના ઠાકણ નંગ-૨૦, તથા ફુટવાલ નંગ-૦૮ મળી કિ.રૂ.૨,૨૯,૮૦૦/- મુદ્દામાલ તેમજ જુનુ બે મોટરો મળી આવેલ હતા. તેમજ ઉકાઈ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુનો કે જેમા બોરીસવાર ખાતેના ફિલ્ટર-પ્લાંટના ગોડાઉનમાથી MBH કંપનીની 2,4,10 હોર્સ પાવરની બ્લુ કલરની ઈલેકટ્રીક મોટરો નંગ-૪૩ તેમજ કેબલ વાયર મળી રૂપિયા ૭,૪૪,૬૨૬/-ની ચોરી થયેલ હતી, જેથી આ ઊકાઈ પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ હોવાની પાકો શક અને વહેમ હોય તે બાબતે આરોપી અજયભાઈ બાબુભાઈ પટણીને પુછ પરછ કરતા તેણે તથા (૨) લિયાકત સોહરાબ મેવ ઉ.વ.૪૫ ધંધો.ભંગારનો, (૩) ઇશ્વરભાઇ બાબુભાઇ પટણી ઉ.વ.૩૩ ભંગારનો ધંધો કરતા હોય અને અવર-નવર ભંગારનો સામાન આપવા ગ્રાહકો આવતા હોય જેમાં કલ્પેશભાઈ ઈશ્વરભાઈ કોટવાડીયાના પરીચયમાં આવેલ અને તેણે જણાવેલ કે, વિરપુર ગામના બાબુભાઈ તથા સેસેમ્યુલભાઈઅને તેમના મિત્રોએ ભેગા મળી મોટરો નંગ ૪૩ બોરીસવાર ફિલ્ટર પ્લાન્ટના ગોડાઉન માથી ચોરી કરી બોરીસવાર ગામના ખેતરમાં સંતાડેલ છે. જેથી મોટરો અજયભાઈ તથા ઈશ્વરભાઈ તથા લીયાકતભાઈ એ તેમની રીક્ષામાં ભરી લાવી તે તમામ મોટરો ખોલી તેમાથી તાબાનો વાયર કાઢી લઈ તથા રોડ અલગ કરી તાંબાનો વાયર બબ્લુભાઈ વાસણવાળા રહે, સોનગઢ તથા યુસુફભાઈ ઊકાઈ રોડ ઊપર આવેલ ભંગારની દુકાન ઊપર મૉટરના રોડ તેમજ ઢાંકણ વેચી દિધેલ છે. જે હકિકત આધારે ચોરીમાં ગયેલ મુદામાલ તથા રીક્ષા નંગ-૨, મોટર સાઈકલ નંગ-૧, મોબાઈલ નંગ-૫ મળી કુલ્લે કિ.રૂ.૪,૮૮,૩૦૦/- સાથે પકડી પાડી વધુ તપાસ અર્થ ઉકાઈ પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
1. મિથુનભાઈ હસમુખભાઈ ગામીત રહે-૩બી-૧૭૨ સેક્ટર-૪ પાથરડા કોલોની તા.સોનગઢ જી.તાપી મુળ રહે, વાડી ભેંસરોટ ગામ ડુંગરી ફળીયુ તા. સોનગઢ જી.તાપી.
2. અજયભાઇ બાબુભાઇ પટણી હાલ રહે. બ્લોક નં.બી/૦૬, રૂમ નં.૦૩, દેવજીપુરા આવાસ, સોનગઢ તા. સોનગઢ જી.તાપી મુળ રહે.કડી, કોલેજની પાછળ તા.જી.મહેસાણા.
3. લિયાકત સોહરાબ મેવ ઉ.વ.૪૫ ધંધો.ભંગારનો હાલ રહે. બ્લોક નં.ડી/૦૬, રૂમ નં.૦૫. દેવજીપુરા આવાસ, સોનગઢ તા. સોનગઢ જી.તાપી મુળ રહે. ઇંડાના પોસ્ટ.પુનઃહાના તા.પુનઃહાના જી.ન્યુ મેવાત(હરીયાણા)
4. ઇશ્વરભાઇ બાબુભાઇ પટણી ઉ.વ.૩૩ હાલ રહે.બ્લોક નં.બી/૦૪, રૂમ નં.૦૫, દેવજીપુરા આવાસ, સોનગઢ તા. સોનગઢ જી.તાપી મુળ રહે.કડી, કોલેજની પાછળ તા.જી.મહેસાણા.
પકડવાના બાકી આરોપીઓ
1- નિતીનભાઈ ઝિણાભાઈ ગામીત રહે, વાડી ભેસરોટ ડુંગરી ફળીયુ તા.ઉકાઈ જી.તાપી.
2- બબ્લુભાઈ વાસણવાળા રહે, સોનગઢ જી.તાપી.
૩- યુસુફભાઈ ઊકાઈ રોડ ઊપર આવેલ ભંગારની દુકાન તા. સોનગઢ જી.તાપી,
4- કલ્પેશભાઈ ઈશ્વરભાઈ કોટવાડીયા રહે, બોરીસવાર તા. ઉકાઈ જી.તાપી.
5- બાબુભાઈ રહે.વિરપુર, તા. વ્યારા, જી.તાપી.
6- સેમ્યુલભાઈ રહે.વિરપુર, તા. વ્યારા, જી.તાપી.
7- બાબુ તથા સેમ્યુલનો મિત્ર જેનુ નામ જણાયેલ નથી, રહે વિરપુર તા.વ્યારા જી.તાપી.
ડિટેક્ટ થયેલ થયેલ ગુનાની વિગત:-
(૧) સોનગઢ પોલીસ સ્ટેશન પાર્ટ A ગુ.ર. નં-૧૧૮૨૪૦૦૪૨૫૨૨૫૭૭/૨૦૨૫ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨)
(૨) ઉકાઈ પોલીસ સ્ટેશન પાર્ટ A-ગુ.ર.નં- ૧૧૮૨૪૦૦૫૨૫૦૮૭૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબ.
મળી આવેલ મુદ્દામાલ :-
1- ૯ કિલો તાંબાનો વાયર તેમજ છુટ્ટી પાણીની મોટરની બોર્ડી નંગ-૪૩, તથા જુની મોટર નંગ-૨, મોટરના રોડ નંગ-૧૮, મોટરની આગળના ભાગના ઢાંકણ નંગ-૧૯, મોટરની પાછળના ઠાકણ નંગ-૨૦,તથા ફુટવાલ નંગ-०८, 2- રીક્ષા નંગ-૨, ૩- મૉટર સાઈકલ નંગ-૧, 4- મોબાઈલ નંગ-૫. કબજે કરેલ તમામ મુદ્દામાલની કુલ્લે કિ.રૂ.૪,૮૮,૩૦૦/-
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.
1) શ્રી આઈ.ડી. દેસાઈ પોલીસ ઈન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ
2) અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.
3) અ.હે.કો ધર્મેશભાઇ ફતેસિંગભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન
4) અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.
5) અ.પો.કો રાજીશભાઈ ગોપાળભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન.
6) આ.પો.કો મોતીભાઇ રામાભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
