સોનગઢ તાલુકાનાં કીકાકુઈ નિશાણા કેલાઈ માર્ગ ઉપર પેચવર્કની કામગીરીથી રોજીંદી અવર જવરમા રાહત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં ચોમાસાની ત્રુતુ દરમ્યાન પડેલ ભારે વરસાદના કારણે રસ્તાઓની સપાટીને નુકશાન થવા પામેલ હતું. વરસાદી પાણીના કારણે નુકસાન પામેલ રસ્તાઓની પેચ વર્કની કામગીરીના ભાગરૂપે સોનગઢ તાલુકામાં આવેલ કીકાકુઈ નિશાણા કેલાઈ માર્ગ ઉપર પેચવર્કની કામગીરી હાથ ધરાઈ હતી. અંદાજીત ૮ કિમી જેટલી લંબાઈ ધરાવતા કીકાકુઈ નિશાણા કેલાઈ માર્ગ ઉપર દિવાળી પહેલા પેચ વર્ક અને ગેરુ ચૂનો રંગકામની કામગીરી હાથ ધરવામાં આવતા કેલાઈ, આમજી, નિશાણા, કીકાકુઈ જેવા ગામના અંદાજીત ૫૦૦૦ જેટલા લોકોને રોજીંદી અવર જવરમા રાહત મળશે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *