કામધેનુ યુનિવર્સીટી ખાતે જળચર વન્યજીવ સંરક્ષણ બાબતે જાગૃતિ અભિયાન  

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા જળચર વન્યજીવ સંરક્ષણ અભિયાન અંતર્ગત ઉકાઈ તાલુકાના પ્રાથમિક શાળા સિંગલખાંચના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં વિદ્યાર્થીઓને જળચર વન્યજીવોના વિડીયો સાથે જળચર વન્યજીવોનું સંરક્ષણ શા માટે મહત્વનુ છે આ બાબતે તાલીમ સહાયક, કુ. રીતિકા ટંડેલ અને કું સ્મિતા ગામીત દ્વારા સમજાવવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમાં પ્રાથમિક શાળા સિંગલખાંચના કુલ ૨૬ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમની ઉજવણી હેડ, સીઓઈ, ઉકાઈ ડો. સ્મિત લેન્ડેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું. જળચર વન્યજીવ સંરક્ષણ ખરેખર જ ખૂબ મહત્વની બાબત છે. પ્રકૃતિને સમતોલ રાખવા અને જૈવિક શૃંખલાને યથાગત રાખવા સમયની માગણી છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *