રૂ. 1.23 લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ફરીયાદ મુજબ ઠાકોરભાઈ પુનિયાભાઈ ગામીત કે જેઓ ગાય ભેંસ નું વેચાણ કરતા આવેલ હોઈ તેમણે આરોપી યોગીતાબેન ગણેશભાઇ લ્યાહરકર ને વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ ૩ ભેંસો સભાસદોને અપાવેલ. જેનું બિલ રૂ.૩,૬૮,૦૦૦/- પૂરા આરોપીને ચૂકવવા નું જણાવેલ, જે પેટે આરોપીએ રૂ.૨,૪૫,૦૦૦/- પૂરા ચૂકવી દીધેલ અને બાકીના રૂ.૧,૨૩,૦૦૦/- પૂરા પેટે ચેક આપેલ. અને ફરિયાદીને જણાવેલ કે ચેક બેંક માં નાખવાથી પાસ થઈ જશે. જેથી ફરિયાદીએ આરોપી ઉપર વિશ્વાસ રાખીને ચેક બેંક માં નાખતા ચેક પરત આવેલ જેથી ફરિયાદી દ્વારા આરોપીની ઉપર ચેક રિટર્ન નો કેસ કરવામાં આવેલો.
જે કેસ કોર્ટમાં ચાલી જતા બચાવપક્ષે આરોપીના વકીલ LADC ASSI. ADVOCATE જિજ્ઞેશા એ. ચૌધરીએ હાજર રહી દલીલો કરી હતી. જે દલીલોને માન્ય રાખીને વ્યારાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવામાં આવ્યો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
