પીકઅપ ટેમ્પોમાં શાકભાજીની આડમાં સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપી તથા સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય જેના ભાગ રૂપે આજરોજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા થી સોનગઢ અને ઉચ્છલ હાઇવે રોડ ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઈ તથા અ.હે.કો. લેબજીભાઈ પરબતજીભાઇને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે “મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક બોલેરો પીકપ ટેમ્પો નં.RJ-27-GC-7643 માં પાછળના ભાગે શાકભાજીની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નવાપુરથી વ્યારા તરફ આવે છે” જે બાતમી આધારે સોનગઢ ઇસ્લામપુરા ટેકરા પાસે આવતા ઉચ્છલ તરફથી આવતા વાહનો જોતા ને.હા.ન.૫૩ સોનગઢ થી વ્યારા તરફ જતા રોડ ઉપર બાતમી હકીકત મુજબનો એક બોલેરો પીકઅપ આવતા ટેમ્પોનો પીછો કરી સોનારપાડા ગામની સીમમા રોકી પીકપમાં જોતા બે ઇસમો બેસેલ હોય ટેમ્પાના પાછળના ભાગે જોતા શાકભાજી ભરેલ હોય જેથી શાકભાજી હટાવી જોતા શાકભાજીની નીચે ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોય આરોપી-(૧) નારાયણલાલ મીઠાલાલ સુથાર ઉ.વ.૨૫ મુળ રહે-દોલપુર તા.દેવગઢ જી.રાજસમદ રાજસ્થાન હાલ રહે-મ.નં.૩૩૦ ઉધ્યોગનગર સોસાયટી કામરેજ તા.કામરેજ જી.સુરત તથા (૨) જશવંતસીંગ નવલસીંગ સિસોદીયા ઉ.વ.૧૮ રહે-ગોદોકાગોડા તા.સાયરા (ગોગુન્દા) જી.ઉદેયપુર રાજસ્થાન હાલ રહે-ઉધ્યોગનગર સોસાયટી કામરેજ તા.કામરેજ જી.સુરત બોલેરો પીકઅપ ટેમ્પો નં.RI-27-GC-7643 જેની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની નાની મોટી બાટલી કુલ નંગ-૩૩૮૪ કુલ કિંમત રૂ. ૭,૧૫,૯૨૦/- નો પ્રોહી. મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૫૭૮૦/- તથા ટેમ્પોમા ભરેલ શાકભાજીની આશરે કિ.રૂ. ૩,૮૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૧,૩૫,૫૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપાયેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) નારાયણલાલ મીઠાલાલ સુથાર ઉ.વ.૨૫ મુળ રહે-દોલપુર તા.દેવગઢ જી.રાજસમદ રાજસ્થાન હાલ રહે-મ.નં.૩૩૦ ઉધ્યોગનગર સોસાયટી કામરેજ તા.કામરેજ જી.સુરત
(૨) જશવંતસીંગ નવલસીંગ સિસોદીયા ઉ.વ.૧૮ રહે-ગોદોકાગોડા તા.સાયરા (ગોગુન્દા) જી.ઉદેયપુર રાજસ્થાન હાલ રહે-ઉધ્યોગનગર સોસાયટી કામરેજ તા.કામરેજ જી.સુરત
કબજે કરેલ મુદ્દામાલ-
(૧) ઇંગ્લીશ દારૂની નાની મોટી બાટલી કુલ નંગ-૩૩૮૪ કુલ કિંમત રૂ! ૭,૧૫,૯૨૦/-
(ર) બોલેરો પીકપ ટેમ્પો નં.RJ-27-GC-7643 જેની કિ.રૂ. ૪,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/-
(૪) રોકડા રૂપીયા ૫,૭૮૦/-
(૫) ટેમ્પોમા ભરેલ શાકભાજીની આશરે કિ.રૂ.૩,૮૦૦/- કુલ્લે. કિ.રૂ.૧૧,૩૫,૫૦૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. જગદીશ જોરારામભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, ડ્રા.પો.કો. સુનીલભાઇ ખુશાલભાઇ નોકરી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇ, એ.એસ.આઇ. બીપીનભાઇ રમેશભાઇ તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગમ્બરભાઇ તથા પો.કો. દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
