તાપી જિલ્લામાં વરસાદ બંધ થતાની સાથે જ રસ્તાઓના રી- સરફેસિંગ અને નવિનીકરણની કામગીરી શરૂ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર થયેલ રસ્તાઓનું રી સરફેસિંગ તેમજ નવીનીકરણ કરવા માટે વિભાગ દ્વારા એજન્સીઓ પાસેથી કામગીરી શરૂ કરવામાં આવી છે. વ્યારા તાલુકાના ગામેથી ચીચબરડી થઈ રાણીઆંબા ઢોગીઆંબા રોડનું અંદાજિત 213.76 લાખનું કામ હાલ શરૂ કરવામાં આવ્યું છે. આ ચીચબરડી થઈ રાણીઆંબા ઢોગીઆંબા માર્ગ 6.80 km લંબાઇનો છે.

આ ઉપરાંત તાપી જિલ્લામાં વરસાદ બંધ થતા તાપી જિલ્લામાં મંજૂર થયેલ તમામ રસ્તાઓનું કામ દિવાળીના તહેવાર પહેલા રિ સરફેસિંગ થાય તેના માટે જિલ્લાના કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા તમામ તાલુકાઓને તાકીદ કરી રસ્તાઓના કામ યુધ્ધના શરૂ કરવા અને દિવાળીના તહેવારમાં લોકોને અગવડતાનો સામનો ન કરવો પડે અને લોકોની સુખાકારી માટે સામાન્ય વાહન વ્યવહાર મળી રહે તે માટે ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે જણાવ્યું છે. લોકોને રસ્તાની સારી સગવડ મળી રહે તે માટે પેચ વર્ક, રી-સર્ફેસિંગ, રંગકામ અને જંગલ કટીંગની કામગીરી પૂર્ણ કરવાની ઝુંબેશ વિભાગ દ્વારા હાથ ધરી છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *