સોનગઢના ખેરવાડા ખાતે શ્રી તાપી માતાના મંદિરનું ભવ્ય નિર્માણ થશે : મંદિરનું ભૂમિપૂજન યોજાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ખેરવાડા ગામે બંગલી ફળિયા ખાતે સુર્યપુત્રી તાપી માતાનું નવનિર્મિત મંદિરનું ભૂમિપૂજન તા ૦૧/૧૦/૨૦૨૫ બુધવાર (વિ. સ. ૨૦૮૧ આસો સુદ નોમ) ના રોજ સંપન્ન થયું. આ ભૂમિપૂજન કાર્યકમમાં સંતશ્રી પી.પી. સ્વામી પ્રયોસ પ્રતિષ્ઠાન, ડાંગ તેમજ યશોદા દીદી વૈદેહી આશ્રમ ડાંગ, શ્રી માયાભાઈ આહીર, રાષ્ટ્રીય લોકકલાકાર, શ્રી યશવંતભાઈ ચૌધરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ તાપી જીલ્લાના ભાજપા પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા, ધારાસભ્યશ્રી ડો. જયરામભાઈ ગામીત નીઝર વિધાનસભા, શ્રીમતિ સારિકાબેન પાટીલ, પ્રમુખ સોનગઢ નગર પાલિકા, ધર્મ જાગરણના કિર્તિભાઈ ભટ્ટ અને અન્ય મહાનુભાવો સાથે મોટા પ્રમાણમા તાપી માતાના ભકતો ઉપસ્થિત રહ્યા હતા.

ભૂમિપૂજન અનુષ્ઠાન મા ડો. સ્મિત લેન્ડે સહ પરિવાર ભાગ લીધો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં. ઉપરાંત વિશ્વેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અનિભભાઈ ભારતી ઉપસ્થિત રહ્યા હતા. સનાતન સંસ્કૃતિ મુજબ ગર્ભ સંસ્કારનું મહત્વ બાબતે શ્રી માંયાભાઈ આહીર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તથા અન્ય સંતોના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. યોજના અનુસાર આ સ્થાન પર તાપી માતાનું વિશાળ મંદિરનું નિર્માણ થશે. કાર્યક્રમનું સંચાલન સામાજિક અગ્રણી શ્રી રાહુલભાઈ શિમ્પી દ્વારા કરવામાં આવ્યું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
