સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીનાં માતૃશ્રી દેવલોક પામ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીનાં માતૃશ્રી જાનકીબેન ભીખાભાઈ ચૌધરીનું દુઃખદ અવસાન થયેલ છે. ખૂબજ સરળ, સૌમ્ય અને મળતાવડા સ્વભાવનાં જાનકીબેનનાં દુઃખદ અવસાનનાં પગલે ફૂલવાડી સહિત આસપાસનાં ગામોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
આ દુઃખદ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત જિલ્લા અને તાલુકા ઘટક સંઘનાં હોદેદારોએ શોક વ્યક્ત કરી સદગતની આત્માની ચીર શાંતિ અર્થે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી. સદગતનાં તેરમાની મરણોત્તર વિધિ તા.12/10/2025 નાં રોજ તેમનાં નિવાસસ્થાન ફૂલવાડી તા. માંડવી મુકામે રાખેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
