વીરપુરમાં રોડ અને પુલના ત્રણ કામોને મંજુરી મળતા ધારાસભ્યે ખાતમુહૂર્ત કર્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.03, તાપી. વાલોડ તાલુકાના વિરપોર ખાતે રોડ અને પુલના બાંધકામ માટે આજે તા.૩ ઓક્ટોબર ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ૧૭૦- મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે પેલાડ બુહારીને જોડતા બ્રિજ તથા વિરપોર એપ્રોચ રોડ અને પેલાડ બુહારી એપ્રોચ રોડ ત્રણ કામોનું એકી સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વાલોડ તાલુકામાં એમ.એમ.જી.એસ.વાય. અને બજેટ ઉચ્ચક જોગવાઈ અંતર્ગત આ કામોને પંચાયતના માર્ગ અને મકાન વિભાગ, તાપી જિલ્લા હસ્તક મંજુરી આપવામાં આવી છે.
આનંદ આશ્રમ, વીરપોર ખાતે યોજાયેલા આ સમારંભમાં આદિવાસી નૃત્યના તાલે ગામલોકોએ આંગતુંકોનું સ્વાગત કર્યું હતું અને વીરપોર ગામની મહિલાઓએ ધારાસભ્યનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વર્ષાબેન, સંગઠન આગેવાન પરિમલભાઈ સોલંકી, જિલ્લા પંચાયત સભ્ય તૃપ્તિબેન પટેલ, ભુપેન્દ્રભાઈ ગામીત તથા ઉદયભાઇ દેસાઈ, ભરતભાઈ પટેલ કેશવભાઈ પટેલ, દિગેન્દ્રભાઈ પટેલ, જમીન ભાઈ ઢોડિયા તથા અન્ય આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
