ઉચ્છલ ભીંતબુદ્રક એપ્રોચ રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરીને ઉચ્છલના ભીંતબુદ્રક એપ્રોચ રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું છે. ઉચ્છલ તાલુકા ભીંતબુદ્રક અપ્રોચ રોડ ઉપર હાઈ લેવલ બ્રિજ” બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોઇ, ચોમાસાની સીઝનમાં ખાડીમાં પૂરનુ પાણી મોટા પ્રમાણમાં આવતુ હોય, તેવા સંજોગોમાં હાલનુ કામચલાઉ ડાયવર્ઝન ચોમાસા દરમિયાન ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોવાથી આ રસ્તાનો ડાયવર્ઝન આપી વાહન વ્યવહાર બંધ કરી ટ્રાફિકને તાપી જિલ્લા મુખ્ય મથક તથા તાલુકા મથક ઉચ્છલ જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે ભીંતખુર્દ એપ્રોચ રોડનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તા.૨૩.૧૧.૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
