સુરત ખાતે ખેલો ઈન્ડિયા અસ્મિતા વેઈટલીફટીંગ વિમેન્સ લીગ ૨૦૨૫ યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન વેઈટલીફટીંગ ફેડરેશન, ગુજરાત સ્ટેટ વેઈટલીફટીંગ એસોસીએશનનાં સંયુક્ત ઉપક્રમે ખેલો ઈન્ડિયા અસ્મિતા વેઈટલીફટીંગ વિમેન્સ લીગ ૨૦૨૫ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનન ઇન્ડોર હોલ, સુરત ખાતે યોજાઈ હતી. જેનાં ઉદ્દઘાટન પ્રસંગે સમારંભનાં પ્રમુખ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા, અતિથિ વિશેષ તરીકે વી.એન.એસ.જી. યુનિવર્સિટી, સુરતનાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્ય લક્ષમણભાઈ આહીર, વી.એન.એસ.જી. યુનિવર્સિટી, સુરતનાં શા.શિ. વિભાગનાં ઈન્ચાર્જ નિયામક ડૉ. યોગેશભાઈ વાંસિયા, ડી.એસ.ડી.ઓ. કનુભાઈ રાઠોડ, એડવોકેટ વિનયભાઈ શુક્લા, ગુજરાત સ્ટેટ વેઈટલીફટીંગ એસોસીએશનનાં પ્રમુખ આર. વી. સેલાર, મંત્રી ડૉ. મયુર પટેલ, સહમંત્રી અમિતસીંગ રાઠોર, ખજાનચી ડૉ. રૂસ્તમ સદરી, ડૉ. મિનેષ નિઝામા તથા ગુજરાત એસો. અને સુરત જીલ્લાનાં કારોબારી સભ્યોએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને આશીર્વચનો પાઠવ્યા હતાં. સ્પર્ધામાં યુથ વિભાગ, જુનિયર વિભાગ અને સિનીયર વિભાગ મળી કુલ ૫૮ સ્પર્ધક બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ઓફીશીયલ્સ તરીકે ગુજરાત સ્ટેટ વેઈટલીફટીંગ એસોસીએશનની ટીમે ફરજ બજાવી હતી. ઉદ્દઘાટન સમારંભનું સંચાલન ડૉ. મયૂર પટેલે તેમજ સમગ્ર સ્પર્ધાનું સુચારુ સંચાલન સુરત જીલ્લા વેઈટલીફટીંગ એસોસીએશનનાં સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાને અંતે વિજેતા ખેલાડી બહેનોને મહેમાનોનાં હસ્તે સ્પર્ધામાં ભાગ લેવા બદલ પ્રમાણપત્રો તેમજ વિજેતાઓને મેડલ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
