મેદાસ્વીતામુક્ત ગુજરાત: સ્વસ્થ ગુજરાત : સોનગઢ ખાતે યોગાસન શિબિર અને આરોગ્ય કેમ્પ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦. રાજ્ય સરકારના સ્વસ્થ ગુજરાત: મેદસ્વિતા મુક્ત ગુજરાતના નિર્ધાર અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સોનગઢના સીનીયર સીટીઝન હોલ ખાતે યોગાસન શિબિર આયોજિત કરવામાં આવી હતી. યોગાસનની સાથે આરોગ્ય વિભાગ દ્વારા બી.એમ.આઈ, બ્લડ-સુગરના રીપોર્ટ તેમજ ઉત્તમ સ્વાથ્ય અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ દરરોજ શિબિરમાં આવનાર લાભાર્થીઓને સ્વાસ્થ્યપ્રદ ઉકાળો આપવામાં આવ્યો હતો. વ્યારાના મુખ્ય સંચાલક જ્યોતિ મહાલેના માર્ગદર્શન હેઠળ સ્મિતાબેન શેઠ, રીના પંચાલ, અને કલ્પના સિંધી તેમજ અન્ય સ્વયંસેવકોએ સંચાલક તરીકે કામગીરી કરી લોકોને મેદાસ્વીતાથી થતી અસરો અને ગેરલાભો વિષે સમજાવ્યું હતું.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *