જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે અરજી કરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૪, તાપી. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત સંસ્થા તરીકે ચાલતી, પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ. તાપી માં ધોરણ-૯ માં ખાલી પડેલ અને અને ધી-૧૧ માં ભવિષ્યમાં ખાલી થનાર બેઠકો માટે વર્ષ ૨૦૨૬-૨૭ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું શરુ થયેલ છે. આ માટે  www.navodaya.gov.in, https://cbseitms.nic.in/2025/nvsix અને https://cbseitms.nic.in/2025/nvsxi11 પરથી ફોર્મ ભરી શકાશે. ઉપરાંત સ્થાનિક વેબસાઈટ www.navodaya.gov.in/nvs/nvs-school/Tapi/en/home પરથી પણ ભરી શકાશે. અરજી કરવાની છેલ્લી તા.૨૩/૦૯/૨૦૨૫ હતી જેને લંબાવીને તા. ૦૭/૧૦/૨૦૨૫ કરવામાં આવેલ છે.

ધોરણ- ૯ ની પ્રવેશ પરીક્ષા નું આવેદનપત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ-૮ માં તાપી જિલ્લાની કોઈ પણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૨૧૧ થી ૩૧/૦૭/૨૦13 વચ્ચે (બંને દિવસો સહિત, તમામ કેટેગરી માટે) થયેલ હોવો જોઈએ.

ધોરણ- ૧૧ ની પ્રવેશ પરીક્ષાનું આવેદનપત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં ધોરણ- ૧૦ માં તાપી જિલ્લાની કોઈ પણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં (CBSE અથવા અન્ય કોઈપણ રાજ્ય શિક્ષણ બોર્ડ/અન્ય સરકાર સાથે સંલગ્ન માન્ય બોર્ડ) અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીનો જન્મ તા.૦૧/0૬/૨૦૦૯ અને ૩૧/૦૭/૨૦૨૧૧ વચ્ચે (બંને દિવસો સહિત, તમામ કેટેગરી માટે) થયેલ હોવો જોઈએ.

ધોરણ-૯ અને ધોરણ-૧૧ માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ ૨૭/૦૨/૨૦૨૬ શનિવારનાં રોજ લેવામાં આવશે. પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી માટે શાળા ના ફોન નં ૦૨૬૨૫- ૨૩૩૨૮૦ પર સંપર્ક કરવો .

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *