જિલ્લાના વરિષ્ઠ નાગરિકોને સાધન સહાય કેમ્પમાં જોડાવા માટે સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવાએ અનુરોધ કર્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સામાજીક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા આશીર્વાદરૂપ રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતગર્ત ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે એલિમ્કોના સંયુકત ઉપક્રમે ૨૩-બારડોલી લોકસભાના તાપી જિલ્લાના સર્વે સમાજના વરિષ્ઠ નાગરિકો (વૃધ્ધો) માટે સહાયક ઉપકરણ વિતરણ (સાધન સહાય) આપવાના હેતુ માટે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા ચાલવાની લાકડી, કાખઘોડી, કાન નુ મશીન, કૃત્રિમ દાંત, ચશ્મા, વ્હીલચેર, જેલી-ફોમ ગાદી, ઘુંટણના પટ્ટા, પગની સંભાળ કિટ, એલ.એસ. બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચલાવવાની લાકડી, કોમોડ સાથે ફોલ્ડીંગ ખુરશી વગેરે સાધનો વિના મુલ્યે આપવા માટે એલિમ્કો ભારત સરકાર તથા જિલ્લા પ્રસાશન તાપીના સહયોગથી ઓકટોબર ૨૦૨૫ના પહેલા અઠવાડીયાથી તાલુકા પ્રમાણે નિ:શુલ્ક પ્રીએસેસમેન્ટ કેમ્પ ચાલુ કરવામાં આવનાર છે. આ માટે પાત્રતા ધરાવતા વરિષ્ઠ નાગરિકોએ પોતાના ડોકયુમેન્ટસ સાથે કેમ્પનો લાભ લેવા સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ અનુરોધ કરેલ છે. આ કેમ્પમાં કોઈ પણ વરિષ્ઠ નાગરિકોશ્રીઓ લાભ લઇ શકશે. આ માટે જરૂરી ડોક્યુમેન્ટસ આધારકાર્ડ તથા બી.પી.એલ.કાર્ડ, અથવા અધાર કાર્ડ તથા રેશન કાર્ડ સાથે રૂ.૧,૮૦,૦૦૦ /- મર્યાદાનો આવક દાખલો જેવા આધારો તૈયાર કરવા સંસદશ્રીએ સૂચન કરેલ છે. કેમ્પની તાલુકા પ્રમાણેની તારીખ અને અન્ય વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *