પરીવારથી વિખુટા પડેલ આધેડ મહિલાનું તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી નિઝર પોલીસ

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : આજરોજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત ૧૧૨ જનરક્ષક ને ફોન આવતા નેવાળા ગામે તા.નિઝર ખાતે કોઇ અજાણી મહિલા પોતાના પરીવારથી વિખુટી પડી ગયેલ છે જેવી ટેલીફોન વર્ધી મળતા ૧૧૨ જનરક્ષક ના ઇન્ચાર્જ ASI ભગુભાઇ સુખાભાઇ તથા પો.કો. મનોજભાઇ વિરસિંગભાઇ તાત્કાલીક સ્થળ ઉપર પહોચી અજાણી મહિલાને નિઝર પોલીસ સ્ટેશન લાવી લોકલ આદિવાસી ભાષામાં પુછપરછ કરતા કોઇ જવાબ આપેલ નહી જેથી આ મહિલાના ફોટા નિઝર તાલુકાના સરપંચોના ગૃપમાં તથા બિજા વ્હોટસએપના માધ્યમથી ફોટા મુકતા આ અજાણી મહિલાની ઓળખ થયેલી અને જાણવા મળેલ કે, આ મહિલા મહારાષ્ટ્ર રાજ્યના શિંદા ગામેથી દેવાળા તા.નિઝર ખાતે પોતાના પિયરમાં જવા નિકળેલ હતી પરંતું મોડુ થઈ ગયેલ અને રસ્તો ભૂલી ગયેલ હોય અને નેવાળા ગામે પહોચી ગયેલ હતી. જેથી પો.સ્ટે. ના અ.હે.કો. જગદિશભાઇ રામસિંગભાઇ તથા પો.કો. ચતિનભાઇ શ્રાવણભાઇ તથા પો.કો. મુકેશકુમાર સેંધાજી તાત્કાલીક દેવાળા ગામે કોન્ટેક્ટ કરી પરીવારથી વિખુટી પડેલ આધેડ મહિલાને પોતાના પરીવાર સાથે સુખદ મિલન કરાવી પોલીસ પ્રજાનો સાચો સેવક કહેવતને સાર્થક કરેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

૧૧૨ જનરક્ષક ઇન્ચાર્જ ASI ભગુભાઇ સુખાભાઇ તથા પો.કો. મનોજભાઇ વિરસિંગભાઇ તથા અ.હે.કો. જગદીશભાઇ રામસિંગભાઇ તથા પો.કો. યતીનભાઇ શ્રાવણભાઇ તથા પો.કો. મુકેશકુમાર સેંધાજી, વુ.પો.કો. સ્મિતલબેન રમેશભાઇએ કામગીરી કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *